આજે બારડોલીના ઇસરોલી ખાતે પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્યપર્વની ઉજવણી કરવામાં આવશે.
નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઇ દેસાઇની ઉપસ્થિતિમાં ૧૫મી, ઓગષ્ટ: ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સવારે ૦૯:૦૦ વાગે બારડોલી તાલુકાના ઇસરોલી સ્થિત આર.એન.જી પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી ખાતે કરવામાં આવશે. પ્રભારી મંત્રી રાષ્ટ્રના આન, બાન અને શાન સમા રાષ્ટ્રધ્વજને સલામી આપી પરેડ નિરીક્ષણ કરશે.
જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણી જિલ્લા મથકે ન કરતા વારાફરતી તાલુકા મથકોએ કરવાનો અભિગમ રાજ્ય સરકાર દ્વારા અપનાવવામાં આવ્યો છે. જે શ્રૃંખલામાં વહીવટીતંત્ર દ્વારા સુરત જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું આયોજન બારડોલી તાલુકામાં કરાયું છે.
આ અવસરે મંત્રીશ્રી પ્રજાજોગ સંબોધન કરી રાજય સરકાર દ્વારા સુરત જિલ્લાના નાગરકોની સુખાકારી તેમજ જિલ્લાના વિકાસ માટે કરવામાં આવી રહેલી કામગીરીથી પ્રજાને વાકેફ કરશે. આ ઉપરાંત તેઓ વિશિષ્ટ કામગીરી કરનાર તેમજ વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર વ્યક્તિઓનું સન્માન પણ કરશે.
