હર ઘર તિરંગા અભિયાન : સુરત જિલ્લો
બારડોલી નગર દેશભક્તિનાં રંગે રંગાયુ
બારડોલી ખાતેથી ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઈ.
“પોલીસ જવાનોની એકતા અને અનુસાશનના અનોખા અંદાજને નિહાળી નગરવાસીઓ મંત્રમુગ્ધ થયા
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ જનજન સુધી રાષ્ટ્રપ્રેમથી ભાવના જાગૃત થાય તેવા આશયથી “હર ઘર તિરંગા”નું રાષ્ટ્રવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે આજરોજ બારડોલી ખાતેથી ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પરમાર તથા સ્વરાજ આશ્રમના નિરંજનાબેન કલાર્થીની આગેવાનીમાં તિંરગા યાત્રા સરદાર ચોક થી સ્વરાજ આશ્રમ સુધી યોજાઈ હતી.
આ અવસરે ધારાસભ્યશ્રીએ સૌને ઘરે તિરંગો લહેરાવવાની અપીલ કરી હતી.
આ તિરંગા યાત્રામાં ‘વંદે માતરમ’, ‘ભારત માતા કી જય’ના નારાઓ સાથે બારડોલી નગર દેશભકિતના રંગે રંગાયું હતું. યાત્રામાં પોલીસ જવાનો, અધિકારીઓ, પદાધિકારીઓ, મહાપુરૂષોના પહેરવેશમાં વિદ્યાર્થીઓએ જોડાઈને નગરવાસીઓને દેશભક્તિનો એક અનોખા અંદાજથી પરિચિત કરાવ્યાં હતાં. ખાખીની શાન અને તિરંગાના સન્માન જાળવવા સાથે આ ભવ્ય તિરંગા યાત્રાએ અનેરુ આકર્ષણ જમાવ્યું હતું.
આ યાત્રામાં નગરપાલિકાના પ્રમુખ, પ્રાંત અધિકારીશ્રીમતી જિજ્ઞાબેન પરમાર, મામલતદારશ્રી દિનેશભાઈ, ચીફ ઓફિસરશ્રી મિલીન પલસાણા, વિદ્યાર્થીઓ, નગરજનો મોટી સંખ્યામાં જોડાઈને તિરંગાયાત્રાને સફળ બનાવી હતી.