વીર નર્મદ યુનિવર્સિટી ખાતે હોકી ઇન્ડિયા-વેસ્ટ ઝોન દ્વારા બીજી ‘ઇન્ડિયા સબ જુનિયર મેન એન્ડ વુમન હોકી ચેમ્પિયનશિપ’ યોજાઈ

Facebook
Twitter
WhatsApp
Telegram

વીર નર્મદ યુનિવર્સિટી ખાતે હોકી ઇન્ડિયા-વેસ્ટ ઝોન દ્વારા બીજી ‘ઇન્ડિયા સબ જુનિયર મેન એન્ડ વુમન હોકી ચેમ્પિયનશિપ’ યોજાઈ
 
મધ્યપ્રદેશની ગર્લ્સ અને બોઇસ બંને ટીમો ફાઈનલમાં વિજેતા બની
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી-સુરત ખાતે હોકી ઇન્ડિયા-વેસ્ટ ઝોન દ્વારા ૨૩થી ૩૦ જુલાઇ સુધી સાત દિવસીય સબ જુનિયર મેન એન્ડ વુમન ચેમ્પિયનશિપ યોજાઈ હતી. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, દીવ, દાદરા અને નગર હવેલીની કુલ ૧૩ હોકી ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ૭ બોયઝ ટીમો અને ૬ ગર્લ્સ ટીમો સમાવિષ્ટ હતી. બોયઝ ટીમ અને ગર્લ્સ ટીમની ફાઈનલ ટુર્નામેન્ટ ૩૦ જુલાઇએ રમાઈ હતી. ગર્લ્સ ફાઈનલ મેચ મધ્યપ્રદેશ અને હોકી છત્તીસગઢ વચ્ચે રમાઈ, જેમાં મધ્ય પ્રદેશે ૭-૧ થી ટુર્નામેન્ટ જીતી લીધી હતી. જ્યારે ત્રીજા સ્થાને મહારાષ્ટ્ર ટીમ ૫-૦થી રાજસ્થાન સામે જીતી હતી. બોયઝ ટીમમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર વચ્ચે ફાઇનલ રમાઈ, જેમાં મધ્યપ્રદેશે ૭-૧ થી જીત મેળવી હતી. ત્રીજા સ્થાન પર દાદરા નગર હવેલી અને દમણ દીવ વિરુદ્ધ છત્તીસગઢ વચ્ચે રમાઈ જેમાં ૧-૧ (૫-૬ SO) થી છત્તીસગઢ વિજેતા થયું હતું.
હોકી ચેમ્પિયનશીપમાં યુનિ.ના કાર્યકારી કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડા, કુલ સચિવ ડો રમેશદાન ગઢવી, પત્રકારત્વ વિભાગના કોર્ડીનેટર ડો. ભરત ઠાકોર અને યુવક કલ્યાણ વિભાગના વડા ડો. પ્રકાશચંદ્ર પટેલ સહિત રમતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

મહુવા પોલીસ ચેક પોસ્ટ ખાતે મોટર સાયકલ પર સુરક્ષા ગાર્ડ લગાવી જન જાગૃતિ અભિયાન..

મહુવા પોલીસ ચેક પોસ્ટ ખાતે મોટર સાયકલ પર સુરક્ષા ગાર્ડ લગાવી જન જાગૃતિ અભિયાન.. પોલીસ પ્રજાનો મિત્ર આ કથન ને ખરા અર્થમાં સાર્થક કરવાના શુભ

સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાતના બાળકો સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી દૂર રહે તે માટે રાજ્ય સરકાર રજૂ કરશે

સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાતના બાળકો સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી દૂર રહે તે માટે રાજ્ય સરકાર રજૂ કરશે શિક્ષકો – વાલીઓ અને બાળકો

સુરતની નવી સિવિલ હોસ્પિટલથી એક જ અઠવાડિયામાં બીજું અંગદાન

સુરતની નવી સિવિલ હોસ્પિટલથી એક જ અઠવાડિયામાં બીજું અંગદાન   ૧૭ વર્ષીય બ્રેઈનડેડ અરૂણ ચૌરેના લીવર અને બે કિડનીનું દાન: સુરત નવી સિવિલ થકી ૬૨મું

‘કરૂણા અભિયાન : ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર માટે સરકારની કરૂણાસભર પહેલ

‘કરૂણા અભિયાન : ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર માટે સરકારની કરૂણાસભર પહેલ   પશુ-પક્ષીઓની સારવાર-રક્ષા માટે ગુજરાતમાં આવતીકાલ તા. ૧૦ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન “કરૂણા અભિયાન-૨૦૨૫” હાથ