વાંસદા તાલુકામાં સ્ટેટ હાઇવે ,નેશનલ હાઇવે તેમજ આંતરિક રસ્તાઓ પડેલ ખાડાના પાપે અકસ્માતનો ભોગ બનતા અકસ્માત સર્જાય રહ્યા છે અને લોકો નાની મોટી ઈજાઓ સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વાંસદા કોંગ્રેસ
વાંસદા ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસ સમિતિ અને તાલુકાની જનતા દ્વારા વાંસદામાં નેશનલ હાઇવે અને સ્ટેટ હાઇવે પર ખાડા ને લઇ ખાડા મહોત્સવ ના કાર્યક્રમ સાથે વિરોધ પ્રદર્શનની શરૂઆત કરવામાં આવી છે ત્યારે અલગ અલગ સ્થળે વિવિધ કાર્યક્રમો થકી અનોખી રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે.
વાંસદા ના ઉનાઈ ખાતે થી ખાડા મહોત્સવ નો પ્રારંભ કરવામાં આવ્યો જેમાં સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે વિવિધ કાર્યક્રમો જેવા કે ખાડા પૂજા ,ખાડામાં બેનરો,ખાડામાં વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો તંત્રને જગાડવા માટે કરી અનોખી રીતે વિરોધ પ્રદર્શન ને આગળ લઈ જતા નેશનલ હાઇવે પર વાંસદા તાલુકાનાં ભીનાર ગામે ડાંગરની રોપણી કરી વિરોધ કરવામાં આવ્યો છે.
