માંગરોળ તાલુકાના આસરમા ગામે પ્રાકૃતિક ખેતી વિશે તાલીમ શિબિર યોજાઈ
ખેડુતોને વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે કરાયો અનુરોધઃ
માંગરોળના આસરમા ગામે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ શિબિર યોજાઈ હતી. જેમાં આત્માના પ્રોજેકટ ડાયરેકટરશ્રી એન.જી.ગામીતે જણાવ્યું હતું કે, ખેડુતો રસાયણમુકત અને પરંપરાગત ખેત પધ્ધતિ છે. જેમાં પાક ઉત્પાદકતામાં વધારો થાય છે અને પાણી અને હવાની ગુણવત્તામાં સુધારો થાય છે. આ પધ્ધતિ જે ખેડુતો અપનાવે તેઓને રાજય સરકાર દ્વારા કલ્યાણકારી યોજનાઓની સહાય પણ આપવામાં આવતી હોવાની વિગતો તેમણે આપી હતી. આ અવસરે ખેતીવાડી વિભાગના અધિકારીઓએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું.
