પાવાગઢમાં જૈન પ્રતિમાને યથા સ્થાને પુનઃ સ્થાપિત કરવા બાબતે મહુવા મામલતદાર ને આવેદનપત્ર અપાયું.
પાવાગઢમાં જૈન પ્રતિમાને યથા સ્થાને પુનઃ સ્થાપિત કરવા બાબતે શ્રી કરચેલીયા શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ કરચેલીયા દ્વારા મહુવા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.આવેદનપત્ર માં જણાવ્યા અનુસાર આસ્થા નું પ્રતીક શ્રદ્ધા નું કેન્દ્રબિંદુ અમારી પ્રાચીન વિરાસત એવા પરમ પૂજ્ય વંદનીય તીર્થંકર ભગવાનની મૂર્તિ પાવાગઢમાં માતાજીના મંદિર પાસે આવેલા જુના પગથિયાં પાસે આવેલ હતી જે મૂર્તિને અચાનક કાઢી નાખવામાં આવી છે તેમજ મૂર્તિને ખંડિત કરી કચરાના ઢગલાની વચ્ચે રાખવામાં આવી છે.જેમાં ધાર્મિક આસ્થાની લાગણી દુભાઈ એ રીતે તીર્થંકર ભગવાનની મૂર્તિઓને રાખી દેવામાં આવતા પ્રશાસન દ્વારા તાત્કાલિક અસરથી મૂર્તિઓને તે સ્થળ ઉપર બિરાજમાન કરવા માટે અને તાત્કાલિક ધારાધોરણ ની કાર્યવાહી કરવા માટે મહુવા મામલદાર ને આવેદનપત્ર આપી સરકારશ્રી ને ઉગ્ર રજુઆત કરવામાં આવી છે.
