લોકશાહીને જીવંત રાખતા વયોવૃદ્ધ મતદારોઃ
૯૨ વર્ષીય વયોવૃદ્ધ શાંતારામ નંદવાણીએ મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણી કરી
સુરતઃમંગળવારઃ- સુરત શહેરના ઘોડદોડ રોડ સ્થિત સેન્ટ ઝેવિયર્સ સ્કુલ ખાતે મજુરા વિધાનસભા વિસ્તારના મતદાન મથકે મત આપવા પહોંચેલા ૯૨ વર્ષીય શાંતારામ નંદવાણીએ મતદાનની પવિત્ર ફરજ અદા કરી હતી. તેમણે જણાવ્યું કે, હું દરેક ચુંટણીમાં મતદાન કરીને મારી ફરજ અદા કરૂ છું.
તેમણે કહ્યું કે, મને ચાલવામાં તકલીફ તથા શ્વાસની તકલીફ છે, ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અશક્ત, વૃદ્ધ, દિવ્યાંગ મતદારો માટે કરેલી ઉમદા વ્યવસ્થા ઉપકારક બની છે. અમે સરળતાથી મતદાન કર્યું અને લોકશાહીની ફરજ બજાવી એનો મને ગર્વ છે. લોકશાહીના આ અવસરમાં મતદાન કરવું દરેક નાગરિકની ફરજ છે. દેશનો પ્રત્યેક મતદાર પોતાનો કિંમતી મત આપે એ દેશહિત માટે જરૂરી છે