અઠવાલાઈન્સની લુડ્ઝ કોન્વેન્ટ સ્કુલમાં ઉભા કરાયા આદર્શ અને દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો
લોકસભા ચૂંટણી અંતર્ગત નવસારી અને બારડોલી સંસદીય વિસ્તારમાં આવતા સુરતના ૯ વિધાનસભા વિસ્તારોમાં વિશેષ થીમ આધારિત મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે, જેમાં નવસારી સંસદીય મતવિસ્તારમાં આવતા મજુરા વિધાનસભામાં આવતા સુરતમાં અઠવાલાઈન્સની લુડ્ઝ કોન્વેન્ટ સ્કુલ, ઇન્ડોર સ્ટેડિયમ સામે આદર્શ (મોડેલ) અને દિવ્યાંગ સંચાલિત મતદાન મથક ઉભા કરાયા છે, જેથી મહત્તમ મતદારોને અચૂક મતદાન કરવાનો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનુરોધ છે.