લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
મતદાનના દિવસે કોઈપણ રાજકીય પક્ષ કે ઉમેદવારો ઘ્વારા વપરાતા વાહનો અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું.
ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અનુસાર તા.૭/૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે. જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી વિજય રબારીએ એક જાહેરનામા દ્વારા મતદાનના દિવસ માટેનાં કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે. જે અનુસાર કોઈપણ રાજકીય પક્ષો/ઉમેદવાર/ચુંટણી એજન્ટ/કાર્યકર દ્વારા મતદાનના દિવસે કોઇ પણ પ્રકારના વાહનમાં ડ્રાઈવર સાથે પાંચ વ્યકિતથી વધારે બેસવા પર, ઉમેદવાર અથવા તેના એજન્ટ માટે ફાળવવામાં આવેલ વાહનનો કોઈ બીજી વ્યકિત દ્વારા ઉપયોગ કરવા પર તેમજ મતદાનના દિવસે કોઈપણ રાજકીય પક્ષ/ઉમેદવાર/ચુંટણી એજન્ટ/કાર્યકર ઘ્વારા મતદારોને મતદાન મથકે નિઃશુલ્ક લઈ જવા તથા પરત લાવવા વાહન પુરૂ પાડવાની સગવડ આપી મતદાર ઉપર અનઅધિકૃત દબાણ પ્રલોભન ઉભું કરવા સામે પ્રતિબંધ મુકાયો છે. સાથે જ મતદાનના દિવસે કોઈ પણ ઉમેદવાર તેમના મતક્ષેત્ર દીઠ એક વાહન પોતાના ઉપયોગ માટે, એક વાહન તેમના એજન્ટ માટે તેમજ વધારામાં એક વાહન તેમના કાર્યકર્તાઓ અથવા પક્ષના કાર્યકર્તાઓ માટે વાપરી શકશે. વાહનોમાં ટ્રક, ટેમ્પો, કાર, ટેક્ષી, વાન, ત્રણ પૈડાવાળા વાહનો, સ્કુટરો, રીક્ષા, મીની બસ. ટ્રેલર કે તે વિનાનું ટ્રેકટર, સ્ટેશન વેગન તેમજ યાંત્રિક શકિતથી ચાલતા અન્ય વાહનોનો સમાવેશ થશે. આ હુકમ તા.૬/૬/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર ગણાશે.
