લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
તા.૫મી મેના રોજ બારડોલીના સ્વરાજ આશ્રમ ખાતે મતદાન જાગૃતિ માટે રન ફોર વોટ મેરેથોન યોજાશે.
૭ મીએ લોકસભાની સામાન્ય ચુંટણીમાં મહત્તમ મતદારો મતદાન કરે અને લોકશાહીના આ અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બની ‘ચુનાવ કા પર્વ’ ની ઉત્સાહભેર ઉજવણી કરે એ હેતુથી તા.૫મી મેના રોજ રવિવારે સવારે ૭:૦૦ વાગે બારડોલીના સ્વરાજ આશ્રમ ખાતે થી બે કિલોમીટરની રન ફોર વોટ મેરેથોન યોજાશે.
સ્પોટર્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત મેરેથોન દોડ બારડોલીના સ્વરાજ આશ્રમથી શરૂ કરી મુદીત પેલેસ માર્ગે સ્વામી નારાયણ મંદિર અને ત્યાંથી શાસ્ત્રી રોડ ઉપર આવેલ પર પોઇન્ટ થઇ પટેલ મેડિકલ મારફતે ફરીથી સ્વરાજ આશ્રમ મુકામે પુર્ણ થશે.
બારડોલીના મતદારો અને દોડવીરોને મોટી સંખ્યામાં ભાગ લેવા જણાવતા ક્યુઆર કોડ ઉપર રજિસ્ટ્રેશન કરીને ભાગ લેવા બારડોલીના પ્રાંત અધિકારી ડેપ્યુટી કલેક્ટર અને મદદનીશ ચુંટણી અધિકારી જિજ્ઞાબેન પરમાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
