કલેકટર કચેરી ખાતે સંસ્કાર ભારતી શાળાની વિદ્યાર્થીનીઓએ વિવિધ રંગોળી સાથે આપ્યો અચૂક મતદાનનો સંદેશ
તા.૭ મી મે એ લોકશાહીના પર્વની ઉજવણીને અનુસંધાને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વધુને વધુ મતદાન થાય તે માટેના માહત્તમ પ્રયાસો કરાઇ રહ્યા છે. અઠવાલાઇન્સ સ્થિત કલેકટર કચેરી ખાતે સંસ્કાર ભારતી શાળાની વિદ્યાર્થીનીઓએ વિશાળ અને અદભૂત રંગોળીઓ વડે મતદારોને અચૂક મતદાન કરવાનો સંદેશો આપ્યો હતો.
મતદાનની તારીખ સાથે અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં મતદાન જાગૃતિના વિવિધ સ્લોગનો વડે આકર્ષક રંગોળી બનાવી કલેકટર કચેરીમાં આવતા સામાન્ય નાગરિકોને અવશ્ય મતદાન માટે પ્રોત્સાહિત કરવાનો અનેરો પ્રયાસ કરાયો હતો. કલેક્ટરશ્રી ડૉ. સૌરભ પારઘીએ શિક્ષકો અને વિદ્યાર્થિનીઓના સુંદર પ્રયાસોને બિરદાવતા તેઓને સન્માન પત્ર એનાયત કર્યા હતા
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ભાગીરથસિંહ પરમાર, સંસ્કાર ભરતી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત ચૂંટણી વિભાગના સભ્યો હજાર રહ્યા હતા.
