લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
સુરત શહેરમાં મતદાનના દિવસે મતદાન મથકથી ૧૦૦ મીટરના અંતરમાં રાજકીય પક્ષો પોલીસ કમિશનર દ્વારા અગત્યના પ્રતિબંધો
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત આગામી તા.૭/૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે. જેને અનુલક્ષીને પોલીસ કમિશનરશ્રીએ મતદાનના દિવસે મતદાન મથકથી ૧૦૦ મીટરમાં કેટલાક પ્રતિબંધો જાહેર કર્યા છે.
જાહેરનમા અનુસાર મતદાનના દિવસે મતદાન મથકની અંદર તથા મતદાન મથકથી ૧૦૦ મીટરના અંતરમાં આવેલ વિસ્તારમાં કોઈપણ રાજકીય પક્ષ, ઉમેદવાર, તેના ચુંટણી એજન્ટ, કાર્યકરો કે સમર્થકોએ કે અન્ય કોઈ વ્યકિતને મત માટે પ્રચાર કરવા, મતદારોને ધાક-ધમકી આપીને કે રંજાડીને મતદાન કરવા જતા અટકાવવા, મતદારને મત આપવા આગ્રહપૂર્વક વિનંતી કરવા, અમુક ઉમેદવારને મત આપવા માટે કોઈ મતદારને સમજાવવા, કોઈ મતદારને ચૂંટણીમાં મત ન આપવા સમજાવવા, ચૂંટણીને લગતી (સરકારી નોટીસ સિવાયની) કોઈ નોટસ કે નિશાની પ્રદર્શિત કરવા પર, સેલ્યુલર/મોબાઈલ ફોન, કોડલેસ ફોન, પેજર, વાયરલેસ સેટ અને અન્ય વિજાણું સંદેશા વ્યવહારના સાધનો લઈ જવા પર, અપંગ/અશકત વ્યકિતઓ સિવાય વાહનો સાથે લાવવા નહી. આ ઉપરાંત મતદાન મથકમાં મતદાન માટે આવેલ મતદાર, ઉમેદવાર તથા ચૂંટણીપંચે અધિકૃત કરેલ વ્યકિત સિવાયની વ્યકિતએ પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમ મતદાન મથક ઉપર ફરજ બજાવતા કાયદો અને વ્યવસ્થા સંભાળતા અધિકારી, સિક્યુરિટી, નિયુકત ઓબઝર્વરશ્રીઓ તથા મતદાન કેન્દ્રના ઈન્ચાર્જ અધિકારીઓને ફરજ પુરતો લાગુ પડશે નહીં.. આ જાહેરનામું તા.૦૮/૦૫/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
