લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
સુરત શહેરમાં મતદાનના પુરૂ થવાના ૪૮ કલાક પહેલાથી મતદાન પુર્ણ થાય ત્યાં સુધી રાજકીય પ્રકારના તમામ SMS મોકલવા પર પ્રતિબંધ
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગતા આગામી તા. .૭/૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે. જેને અનુલક્ષીને પોલીસ કમિશનરશ્રીએ એક જાહેરનામા દ્વારા શહેરની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં કોઈપણ રાજકીય પક્ષ, ઉમેદવાર, ચુંટણી એજન્ટ, કાર્યકરો, સમર્થકોએ કે અન્ય કોઈ વ્યકિતએ, મતદાન દિવસે મતદાન પુરૂ થવાના ૪૮ કલાક પહેલાથી મતદાન પુર્ણ થાય ત્યાં સુધી રાજકીય પ્રકારના તમામ SMS મોકલવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમ SWEEP કાર્યક્રમ અંતર્ગત ભારતના ચુંટણી આયોગના સક્ષમ સત્તાધિકારી દ્વારા કરાતા SMSને લાગુ પડશે નહીં. આ હુકમનો અમલ તા.૦૮/૦૫/૨૦૨૪ સુધી કરાશે અને તેનો ભંગ કરનાર સજાને પાત્ર ઠરશે.
