લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
મતદાન પુરુ થવાના ૪૮ કલાકના સમયગાળા દરમ્યાન ચૂંટણી પ્રચાર અંગેના પ્રતિબંધ દર્શાવતું પોલિસ કમિશનરનું જાહેરનામું.
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત આગામી તા.૭/૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે. જેને અનુલક્ષીને પોલીસ કમિશનરશ્રીએ એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો જાહેર કર્યા છે.
જાહેરનામા અનુસાર મતદાન પુરૂ થવા માટે નિયત થયેલ સમય સાથે પુરા થતા ૪૮ કલાકના સમયમાં ચુંટણી પ્રચાર કરવા ઉપર અને પ્રચારનો સમયગાળો પુરો થયા પછી રાજકીય પદાધિકારીઓ/પક્ષના કાર્યકરો/સરધસ કાઢનારાઓ/ચુંટણી પ્રચારકો વિગેરે કે જેઓને મતદાર વિભાગની બહારથી લાવવામાં આવ્યા હોય તેઓએ ચુંટણી પ્રચારના અંત પછી મતદાર વિભાગમાં હાજર રહેવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. પરંતુ મતદાન પુરું થવાના કલાક સાથે પુરા થતા ૪૮ કલાકના સમયગાળા દરમ્યાન ચુંટણી પ્રચાર માટે ઘેર ઘેર મુલાકાત લેતી વખતે એક સાથે વધુમાં વધુ પાંચ વ્યકિત જઈ શકશે, તે સમય દરમિયાન ચુંટણી પ્રચાર પક્ષના કાર્યકરો/નેતાઓ જેના પર પક્ષનું પ્રતિક હોય તેવી ટોપી/મફલર પહેરી શકશે પરંતુ બેનર પ્રદર્શીત કરી શકશે નહીં અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૨૬ હેઠળ પ્રતિબંધીત ચુંટણી પ્રચારમાં સામેલ ન થવાની શરતે સંસદ સભ્યો અને ધારાસભ્યો તેઓ જે મત વિભાગમાંથી ચુંટાયેલ હોય તે મત વિભાગમાં રોકાઇ શકશે. આ હુકમ તા.૮/૫/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર ગણાશે.
