પુના ગામની આંગણવાડીઓમાં સુંદર કલાત્મક રંગોળી દ્વારા અચૂક મતદાનનો સંદેશો અપાયો.
મહુવા પુના ગામે 3 મે ના રોજ આંગણવાડીઓ ખાતે અચૂક મતદાન નો સંદેશો આપતો રંગોળી કાર્યક્રમ યોજાયો હતો.તા.7 મે ના રોજ યોજાનાર લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારોની ભાગીદારી વધારવા જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારધીનાં નેતૃત્વ હેઠળ મતદાન જાગૃતિલક્ષી વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત પુના ગામની આંગણવાડીઓમાં 12:30 કલાક ના આસપાસ મતદાર જાગૃતિ અંતર્ગત મતદાન મારો અધિકાર,મહિલા મતદાન જાગો પરિવારને જગાડો,તેમજ ચૂંટણી કાર્ડ જેવી રંગોળીઓ સજાવી અચૂક મતદાન નો સંદેશો આપવામાં આવ્યો હતો.