મતદાનના દિવસે ઔદ્યોગિક-વ્યાપારિક એકમો, દુકાનદારોએ તેમના ત્યાં નોકરી કરતા શ્રમયોગીઓને મતદાનના દિવસે સવેતન રજા આપવાની રહેશે

Facebook
Twitter
WhatsApp
Telegram

મતદાનના દિવસે ઔદ્યોગિક-વ્યાપારિક એકમો, દુકાનદારોએ તેમના ત્યાં નોકરી કરતા શ્રમયોગીઓને મતદાનના દિવસે સવેતન રજા આપવાની રહેશે
 
જો કોઈ કારખાનેદાર માલિક કે નોકરીદાતા અધિનિયમની જોગવાઈઓ વિરુધ્ધ વર્તન કરશે તો તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
 
જો કોઈ મતદારને મતદાન દિવસે રજા ન મળે તો આ નંબરો પર ફરિયાદ કરવા અનુરોધઃ
આગામી તા. ૦૭મી મે ના રોજ લોકતંત્રના સૌથી મોટા ઉત્સવ લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાનાર છે. મતદાનના દિવસે મતાધિકાર ધરાવતી દરેક વ્યકિત કોઈપણ વ્યાપાર, ધંધા, રોજગાર, ઔદ્યોગિક એકમો કે કોઈપણ સંસ્થામાં નોકરી કરતા હોય તો તેમને મતદાનના દિવસે સંવેતન રજા આપવાની રહેશે.
જેથી ગુજરાત દુકાનો અને વાણિજ્ય સંસ્થા અધિનિયમ- ૨૦૧૯, કારખાના અધિનિયમ – ૧૯૪૮, બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કસ એક્ટ – ૧૯૯૬ તથા કોન્ટ્રાક્ટ લેબર અધિનિયમ – ૧૯૭૦ હેઠળ નોંધણી થયેલ સંસ્થા – સાઈટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી તે માટે લોક પ્રતિનિધિત્વ ધારા – ૧૯૫૧ની કલમ ૧૩૫ (બી)ની જોગવાઈ અનુસાર સવેતન રજા આપવાની રહેશે તથા શ્રમયોગીઓના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહીં.
જે શ્રમયગોઓની ગેરહાજરીથી જોખમ ઉભું થવાના સંજોગો-શક્યતા હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકશાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમય દરમ્યાન ત્રણથી ચાર કલાકના સમયગાળાની વારા-ફરતી સવેતન રજા આપવાની રહેશે.
જો કોઈ કારખાનેદાર માલિક કે નોકરીદાતા ઉપરોક્ત જોગવાઈને વિરૂધ્ધનું વર્તન કરશે તો ઉક્ત અધિનિયમની જોગવાઈઓ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મતદાનના દિવસે મતદાન કરવા માટેની રજા ન મળે તે કિસ્સામાં જિલ્લાના નોડલ અધિકારીશ્રી – માઈગ્રેટરી ઈલેક્ટર્સનો સંપર્ક સાધવા (૧) ઔધોગિક સંસ્થા માટે – સંયુક્ત નિયામકશ્રી, ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, જિલ્લા સેવા સદન – ૨, બી/૬, અઠવાલાઈન્સ, સુરત ફોન. નં (૦૨૬૧) ૨૬૫૩૫૦૨ (૨) દુકાન અને વાણિજ્ય સંસ્થા માટે – મુખ્ય દુકાનધારા નિરીક્ષક (૦૨૬૧) ૨૪૨૩૭૫૧ – ૫૬ એક્સ નં. ૨૩૯, તથા મો. નં. ૯૮૭૯૧૧૪૫૦૨ (૩) લેબર ઓફિસર, નાયબ શ્રમ આયુક્તની કચેરી, એ/6, બહુમાળી મકાન, નાનપુરા, સુરત (૦૨૬૧) – ૨૪૬૩૪૨૫ પર સંપર્ક કરવા નોડલ ઓફિસર – માઈગ્રેટરી ઈલેક્ટર્સ અને નાયબ શ્રમ આયુક્ત સુરતના એમ.સી.કારીયાની યાદીમાં જણાવ્યું છે.

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

સુરત જિલ્લાના સણવલ્લા, દોધનવાડી અને બારડોલી ખાતે નૂતન ગ્રામ વિદ્યાપીઠના બી.આર.એસ.ના વિદ્યાર્થીઓએ એક મહિનાની ગૌ-આધારિત પ્રાકૃતિક કૃષિ વિશેની તાલીમ મેળવીઃ

સુરત જિલ્લાના સણવલ્લા, દોધનવાડી અને બારડોલી ખાતે નૂતન ગ્રામ વિદ્યાપીઠના બી.આર.એસ.ના વિદ્યાર્થીઓએ એક મહિનાની ગૌ-આધારિત પ્રાકૃતિક કૃષિ વિશેની તાલીમ મેળવીઃ   પંચગંવ્ય, કિટ નિયંત્રક જેવી

નવા વર્ષના પ્રારંભે નવી સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સર તથા હાડકાના ૧૫૧ દર્દીઓને બ્લેન્કેટનું વિતરણ

નવા વર્ષના પ્રારંભે નવી સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સર તથા હાડકાના ૧૫૧ દર્દીઓને બ્લેન્કેટનું વિતરણ   કેન્સરના દર્દીઓ તનાવ અને મુશ્કેલીઓમાંથી બહાર આવી સ્વસ્થ થાય તે

નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ એમ કુલ ૦૯ નગરપાલિકાઓ મહાનગરપાલિકા તરીકે કાર્યરત કરાશે

‘જે કહેવું તે કરવું’નો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો કાર્યમંત્ર સાકાર કરતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર શહેરી જનસુખાકારી સાથે નાગરિક સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા મુખ્યમંત્રીશ્રી

આમળા વિટામિન ‘સી’ ભરપૂર હોય છે: આંતરપાક પદ્ધતિથી આમળાનું વાવેતર કરવાથી ઉત્તમ ઉત્પાદન મળે છે

‘પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૧૫: સુરત જિલ્લો’   સ્વાસ્થય માટે ગુણકારી ‘આમળા’: પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ગુણોના ભંડાર એવા ‘આમળા’નું કરો વાવેતર   આમળા વિટામિન ‘સી’ ભરપૂર હોય