લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
આગામી તા.૦૫ થી ૦૭ મી મે તેમજ તા.૦૪ જૂન ૨૦૨૪ના દિવસોમાં સમગ્ર સુરત જિલ્લામાં “ડ્રાય ડે” જાહેર
લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ અંતર્ગત સુરત જીલ્લામાં આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન તથા તા.૪/૬/૨૦૨૪ના રોજ મતગણતરી થનાર છે.
ચુંટણીની કામગીરી મુક્ત અને ન્યાયી રીતે થઈ શકે એ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ.સૌરભ પારઘીએ એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો જાહેર કર્યા છે. જે અનુસાર સુરત જિલ્લા (શહેરી વિસ્તાર સહિત)માં સમાવિષ્ટ તમામ મતદાર વિભાગોમાં દુકાન, હોટલ, રેસ્ટોરન્ટ, ક્લબો, સ્ટાર હોટેલો કે કે જેઓને દારૂ રાખવા અને પુરા પાડવાનું લાયસન્સ મળેલ હોય ઉપરાંત વ્યકિતગત દારૂનો ઉપયોગ કે સંગ્રહ કરવાનો પરમિટ ધરાવતી વ્યકિતઓ તા.૦૫/૦૫/૨૦૨૪ થી તા.૦૭/૦૫/૨૦૨૪ સુધી અને મતગણતરીના દિવસ એટલે કે તા.૦૪/૦૬/૨૦૨૪ ના દિવસે દારુ વેચાણ કરવા/પીરસવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. અને તે સમયગાળાને “ડ્રાય ડે” તરીકે જાહેર કરાયો છે. આ હુકમનું ઉલ્લંધન કરનાર વ્યકિત સજાને પાત્ર ઠરશે.
