લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
સુરત જિલ્લા મેજિસ્ટ્રેટ ડો.સૌરભ પારધીએ તમામ સેકટર ઓફિસરોને ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકેના અધિકારીઓ એનાયત કર્યા
આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ લોકસભાની સામાન્ય ચુંટણી હેઠળ મતદાન અને તા.૪/૦૬/૨૦૨૪ના રોજ મતગણતરી થનાર છે. ચુંટણીની કામગીરી મુક્ત અને ન્યાયી રીતે થઈ શકે એ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ.સૌરભ પારઘીએ ચુંટણીની કામગીરીને ધ્યાને લઈને વધારાના મેજીસ્ટ્રેટ પાવર એનાયત કર્યા જે અનુસાર સુરત જિલ્લામાં નિયુકત સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રીઓ સિવાયના મદદનીશ ચુંટણી અધિકારીઓ, વધારાના મદદનીશ ચુંટણી અધિકારીઓ તેમજ નિયુક્ત વર્ગ-૩થી નીચેની સંવર્ગના ના હોય તેવા તમામ સેક્ટર ઓફીસરો(ઝોનલ ઓફીસર)ને ભારતીય ફોજદારી કાર્યરીતી અધિનિયમની કલમ-૨૧ હેઠળ ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકે નિયુકત કરી તેઓની નિમણુંક જે વિધાનસભા મતદાર વિભાગ માટે થયેલ હોય તે મતદાર વિભાગની સીમા પુરતા અધિનિયમની કલમો હેઠળના અધિકારો ચુંટણી પ્રક્રિયા પુર્ણ થયા સુધી સુપ્રત કરવા હુકમ કરાયો છે. આ અધિકારો ચુંટણીની કામગીરી માટે જ કરી શકાશે.
