ડુંગરી ગામે રસ્તો ક્રોસ કરવા જતાં અજાણ્યા વાહન ફડફેટે દીપડા નું મોત.
પ્રાપ્ત વિગત મુજબ આજે મહુવા તાલુકા ના કરચેલીયા ગામ થી ડુંગરી ગામ જતા પાકા રોડ ઉપર ડુંગરી ગામ ની સીમ માં આશરે 5 મહિના ની વય ના જણાતો દીપડો રસ્તો ક્રોસ કરી રહ્યો હતો તેવા સમયે કોઈ અજાણ્યા વાહન ની અડફટે ચડતા સર્જાયેલા અકસ્માત માં ગંભીર ઇજાઓ પામતા દીપડા નું મોત નિપજ્યું હતું. મહુવા વન વિભાગ ના આરએફઓ પ્રતિભા ધૂમ ની સૂચના સાથે ફોરેસ્ટર વર્ષા ચૌધરી અને ટીમે મૃત દીપડા નો કબ્જો લઈ પોસ્ટ મોર્ટમ કરાવી વન વિભાગ ના નિયમો આધારે અંતિમ વિધિ કરી હતી. દીપડાઓ નું અભ્યારણ બની ચૂકેલા મહુવા તાલુકા માં બનેલી ઘટના ના કારણે હજી વધુ દીપડા હોવાની દહેશત ફેલાઈ હતી.
