લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
જિલ્લા ચુંટણી અધિકારી ડો.સૌરભ પારધી માર્ગદર્શન હેઠળ નવસારી અને બારડોલી સંસદીય બેઠકોમાં સમાવિષ્ટ નવ વિધાનસભા મતવિસ્તારોમાં એક-એકમોડેલ મતદાન મથક ઉભા કરાશે.
આગામી તા.૭મી મેના રોજ સુરત જિલ્લાની નવ વિધાનસભા બેઠકો પર મતદાન થનાર છે ત્યારે વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા વિધાનસભાદીઠ એક મતદાન મથકને મોડેલ મતદાન તરીકે તૈયાર કરવામાં આવશે. બારડોલી સંસદીય મતવિસ્તાર હેઠળની માંગરોળ વિધાનસભા બેઠકમાં માંગરોળની પ્રાથમિક શાળા ઉંચવાણ ગામે, માંડવી વિધાનસભામાં પ્રાથમિક શાળા દઢવાડા, કામરેજની પ્રાથમિક શાળા કોસમાડી, બારડોલીની ૧૦૪-આફવા(ખલી) પ્રાથમિક શાળા અને મહુવાની પ્રાથમિક શાળા વલવાડા ગામે તેમજ ચોર્યાસી વિધાનસભાની વેસુની અગ્રવાલ વિદ્યાવિહાર સ્કુલના રૂમનં.૧ ખાતે મોડેલ મતદાન મથકો ઉભા કરવામાં આવશે.
જયારે નવસારી સંસદીય બેઠકમાં સમાવિષ્ટ લિંબાયતના ડુંભાલ-૩૧ની શ્રીમતી એમ.પી.લીલીયાવાલા વિધાભવન, ઉધનાની વી.ટી.પોદાર કોલેજ પાંડેસરા, મજુરાની પ્રેમનિકેતન લુર્ડસ કોન્વેન્ટ સ્કુલ, ઈન્ડોર સ્ટેડિયમની સામે, અઠવાલાઇન્સ ખાતે મોડેલ મતદાન મથકો ઉભા કરવામાં આવશે.
