લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
જિલ્લા ચુંટણી અધિકારી ડો.સૌરભ પારધી અને જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસરે જિલ્લાના મતદાન મથકોની મુલાકાત લઈ ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા કરી
મતદાનના દિવસે ચૂંટણી પંચની ગાઈડલાઈન્સ મુજબ જરૂરી તમામ સુવિધાઓ-વ્યવસ્થાઓ ઉભી કરવા અંગે માર્ગદર્શન આપતા જિલ્લા ચુંટણી અધિકારી
સુરત-૨૪ લોકસભા સંસદીય બેઠક બિનહરિફ થઈ છે, ત્યારે સુરત-૨૪ બેઠકમાં આવતા ૭ વિધાનસભા મતવિસ્તારો સિવાય નવસારી અને બારડોલી સંસદીય બેઠકોમાં સમાવિષ્ટ ૧૫૬-માંગરોળ, ૧૫૭-માંડવી, ૧૫૮-કામરેજ, ૧૬૩-લિંબાયત, ૧૬૪-ઉધના, ૧૬૫-મજુરા, ૧૬૮-ચોર્યાસી, ૧૬૯-બારડોલી અને ૧૭૦-મહુવામાં તા.૭મી મે ના રોજ ચૂંટણી યોજાનાર છે, જેના ભાગરૂપે આજરોજ જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર ડો.સૌરભ પારધી અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિતેશ જોયસરે જિલ્લાના વિવિધ મતદાન મથકોની મુલાકાત લીધી હતી.
જેમાં ૨૩-બારડોલી સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ ૧૬૯-બારડોલી વિધાનસભા વિસ્તારમાં કડોદરા પ્રાથમિક શાળા, શ્રી કે.બી. અંગ્રેજી મીડીયમ શાળા-કડોદરા, શ્રી સ્વામિનારાયણ વિશ્વ વિદ્યાપીઠ-કડોદરા તથા ૧૫૮-કામરેજ વિધાનસભા મતવિસ્તારમાં કઠોર ગામ સ્થિત કઠોર પ્રાથમિક શાળા અને ખોલવડ ગામે ખોલવડ પ્રાથમિક શાળાના મતદાન સેન્ટરોની મુલાકાત લઈ ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા કરીને જે-તે વિધાનસભાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. તેમણે વિવિધ બુથ પરની જરૂરી સુવિધા, પાર્કિંગ, વરિષ્ઠ અને અશક્ત મતદાતાઓ માટે વ્હીલચેર સહિત ઉભી થનાર અન્ય પ્રાથમિક સુવિધાઓ વિષે જાતમાહિતી મેળવી હતી.
આગામી તા.૦૭મી મેના રોજ યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ દરમિયાન મહત્તમ મતદાન થાય, વધુને વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરે એવી અપીલ જિલ્લા કલેકટરે કરી હતી.
જિલ્લા ચુંટણી અધિકારી ડો.સૌરભ પારધી અને જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસરે જિલ્લાના મતદાન મથકોની મુલાકાત લઈ ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા કરી
Facebook
Twitter
WhatsApp
Telegram
Thesatymevnews.com
સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર
https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888
Twitter :https://twitter.com/NewsSatyamev
YouTube:
https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw
Imstagram:
https://www.instagram.com/thesatyamevnews/
और खबरें
નવા વર્ષના પ્રારંભે નવી સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સર તથા હાડકાના ૧૫૧ દર્દીઓને બ્લેન્કેટનું વિતરણ
The Satyamev News
January 1, 2025
નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ એમ કુલ ૦૯ નગરપાલિકાઓ મહાનગરપાલિકા તરીકે કાર્યરત કરાશે
The Satyamev News
January 1, 2025
આમળા વિટામિન ‘સી’ ભરપૂર હોય છે: આંતરપાક પદ્ધતિથી આમળાનું વાવેતર કરવાથી ઉત્તમ ઉત્પાદન મળે છે
The Satyamev News
January 1, 2025