પુના ગામની આંગણવાડીઓમાં સામુહિક મહેંદી કાર્યક્રમ દ્વારા મતદાન જાગૃતિનો સંદેશો અપાયો.
તા.7 મી મેં ના રોજ યોજાનાર લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારોની ભાગીદારી વધારવા જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારધીના નેતૃત્વ હેઠળ મતદાન જાગૃતિ લક્ષી વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.જે અંતર્ગત પુના ગામની આંગણવાડી ખાતે 2 મે ના રોજ 12:30 કલાક ના આસપાસ મતદાર જાગૃતિ અંતર્ગત સામુહિક મહેંદી થકી મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મહિલા મતદાર જાગો પરિવાર ને જગાડો જેવા સૂત્રો થી મહિલાઓએ મહેંદી થી હાથને સજાવ્યા હતા.