૧૯૫૧ ની લોકસભાની સામાન્ય ચૂંટણીના લેખા જોખા
હાલના ગુજરાત રાજ્યના વિસ્તારને ધ્યાને લેતા તે સમયે આ વિસ્તારમાં સમાવિષ્ટ મતદાર વિભાગ નંબર ૧ થી ૧૧ ની બેઠકો ઉપર ચૂંટણી યોજાઈ હતી
બોમ્બે રાજ્યમાં આવેલી હાલની અમદાવાદની આ બેઠક ઉપર આઝાદી બાદની પ્રથમ ચૂંટણીમાં ૪૯.૯૧ ટકા મતદાન નોંધાયું હતુ
સૌથી વધુ મતદાન કૈરા દક્ષિણ (Kaira South)માં ૬૩.૩૩ ટકા તથા સૌથી ઓછુ મતદાન બનાસકાંઠામાં ૩૭.૭૨ ટકા નોંધાયુ હતુ.
આઝાદી બાદના સ્વતંત્ર ભારત વર્ષમાં ૧૯૫૧ના વર્ષમાં યોજાયેલી લોકસભાની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં તે સમયે બોમ્બે રાજ્યમાં આવેલા કુલ ૩૭ મતદાર વિભાગ પૈકી હાલના ગુજરાત રાજ્યના વિસ્તારને ધ્યાને લેતા તે સમયે આ વિસ્તારમાં સમાવિષ્ટ મતદાર વિભાગ નંબર ૧ થી ૧૧ બેઠકો ઉપર ચૂંટણી યોજાઈ હતી, આ અન્વયે મતદાન તા. ૨૭-૩-૧૯૫૨ ના રોજ થયું હતું.
બોમ્બે રાજ્યમાં સમાવિષ્ટ આ બેઠકો પૈકી મતદાર વિભાગ નંબર ૧-બનાસકાંઠા, ૨-સાબરકાંઠા, ૩-પંચમહાલ કમ બરોડા, ૪-મહેસાણા પૂર્વ, પ-મહેસાણા પશ્ચિમ, ૬-અમદાવાદ, ૭-કૈરા ઉત્તર (Kaira North), ૮-કૈરા દક્ષિણ (Kaira South), ૯-બરોડા પશ્ચિમ, ૧૦-બ્રોચ (હાલનું ભરૂચ) અને ૧૧-સુરતની બેઠકનો સમાવેશ થયો હતો.
ગુજરાતના ઉદ્દભવ પહેલા બોમ્બે રાજ્ય હેઠળ આવેલા અમદાવાદની વાત કરીએ તો, આ મતદાર વિભાગની બેઠકના મતદાન નંબર અને નામ તે સમયે ૬- અમદાવાદ હતુ.
તે સમયમાં બોમ્બે રાજ્યની ૬- અમદાવાદ મતદાર વિભાગની સીટ ઉપર આ પ્રથમ ચૂંટણીમાં ૪૯.૯૧ ટકા મતદાન થયુ હતું. સૌથી વધુ મતદાન કૈરા દક્ષિણ (Kaira South)માં ૬૩.૩૩ ટકા તથા સૌથી ઓછુ મતદાન બનાસકાંઠામાં ૩૭.૭૨ ટકા નોંધાયુ હતુ.
તમામ બેઠકોમાં થયેલા મતદાનની વિગત જોઈએ તો આઝાદી બાદની પ્રથમ ચુટણીમાં બનાસકાંઠામાં ૩૭.૭૨ ટકા, સાબરકાંઠા ૫૪.૧૩ ટકા, પંચમહાલ કમ બરોડામાં ૪૨.૮૭, મહેસાણા પૂર્વમાં ૫૫.૪૦, મહેસાણા પશ્ચિમમાં ૫૯.૧૪, અમદાવાદ ૪૯.૯૧, કૈરા ઉત્તર (Kaira Northમાં ૫૮.૯૧, કૈરા દક્ષિણ (Kaira South)માં ૬૩.૩૩, બરોડા પશ્ચિમમાં ૫૨.૯૫, બ્રોચ (હાલનું ભરૂચ)માં ૫૪.૮૭ અને સુરત બેઠકમાં ૫૭.૮૦ ટકા મતદાન નોંધાયુ હતું. આમ સૌથી વધુ મતદાન કૈરા દક્ષિણ (Kaira South)માં ૬૩.૩૩ ટકા તથા સૌથી ઓછુ મતદાન બનાસકાંઠામાં ૩૭.૭૨ ટકા નોંધાયુ હતુ.