સત્સંગદીક્ષા હોમાત્મક યજ્ઞ તથા ભગવાન પુરા મંદિર પંચમ પાટોત્સવ ની ભવ્ય ઉજવણી.
મહુવા તાલુકાના ભગવાન પુરા સ્વામિનારાયણ મંદિર ખાતે સત્સંગદીક્ષા હોમાત્મક યજ્ઞ તથા પંચમ પાટોત્સવ ની ભવ્ય ઉજવણીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.અક્ષર પુરસોત્તમ સિદ્ધાંત માટે જેમણે જીવન યાહોમ કરી દીધું એવા બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનો જન્મ દિવસ એટલે વસંત પંચમી શાસ્ત્રી મહારાજને અંજલિ આપવા આ પવિત્ર દિવસે સત્સંગદીક્ષા હોમાત્મક યજ્ઞ તથા ભગવાન પુરા મંદિર પાંચમો પાટોત્સવનું સુંદર આયોજન વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ ભક્તિમય કાર્યક્રમમાં સત્સંગ દીક્ષા યજ્ઞ,પાટોત્સવ પર્વ,મહા પ્રસાદ બાદ પાટોત્સવ સભામાં સાંકરી મંદિરના કોઠારી પુણ્યદર્શનદાસ સ્વામી ,અમૃત યોગી સ્વામી,આદર્શ તિલક દાસ સ્વામીના,શ્રી રંગ સ્વામીના સાંનિધ્યમાં ભવ્ય સભામાં મોટી સંખ્યામાં સ્વામિનારાયણ સંપ્રદાયના હરિ ભક્તો જોડાયા હતા.
