શાહુ કુળ નું પરજણ બામણિયા ભૂતના મંદિરે સાંબા ખાતે યોજાયું.
આદીવાસી લોકોમાં ઢોડીયા જ્ઞાતિ ઓના લોકોમાં પરજણ મહિનાનો ખાસ મહિમા છે.અલગ અલગ કુળો માં અલગ અલગ સ્થળ પર રીતે પિતૃ તર્પણ કાર્યક્રમ યોજવામાં આવે છે ત્યારે પ્રરજણ મહિનો શરૂ થતાં શાહુ કુળ દ્વારા દર બે વર્ષે યોજાતા પરજણ આ વર્ષે તા.11.02.2024 ને રવિવારે બામણિયા ભૂતના મંદિરે સાંબા ખાતે યોજાયું હતું.જેમાં બે વર્ષ દરમ્યાન કુળમાં થયેલ તમામ સ્વજનોના અવસાન પામેલા સ્વજનોને સામુહિક રીતે પૂજા પાઠ સમુહ આરતી સાથે ભેગા મળી તમામ સ્વજનાના સામુહિક પિતૃ તર્પણ,સમૂહ પાર્થના કરવામાં આવી હતી.
