4 સંકેતો જે કંપનીમાં આગામી છટણીનો સંકેત આપી શકે છે

Facebook
Twitter
WhatsApp
Telegram

વૈશ્વિક કંપનીઓમાંથી છટણી (layoffs) કરવામાં આવી રહી છે. ગયા વર્ષથી શરૂ થયેલા મંદીના ભયથી કંપનીઓ કર્મચારીઓની હકાલપટ્ટી કરી રહી છે. જેના કારણે ઘણા કર્મચારીઓ તેમની નોકરીઓ અને ભાવિ કારકિર્દી તથા નાણાકીય બાબતોને લઈ ભયમાં રહે છે. આ દરમિયાન કરિયર એડવાઈઝર અને CNBC કન્ટ્રીબ્યુટર સુઝી વેલ્ચે કોઈ કંપની નોકરીમાં છટણી કરવાની યોજના બનાવી રહી છે કે કેમ? તે કેવી રીતે શોધી કાઢવું તે અંગેની ટીપ્સ શેર કરી છે.

સુઝી વેલ્ચે CNBCને કહ્યા મુજબ, કંપની છટણી પહેલા જ કેટલાક સંકેતો બતાવે છે. જેથી કંપની પર ઈન્ટરનેટ વડે ધ્યાન રાખો. ઉદ્યોગના વિશ્લેષકો અને અન્ય નિષ્ણાતો કંપનીની નાણાકીય બાબતો વિશે વિવિધ પ્લેટફોર્મ પર શું કહે છે? તે વાંચો. તમારા ક્ષેત્રનાં ટ્રેન્ડ પર નજીકથી નજર રાખવા માટે ન્યૂઝલેટર્સ, બ્લોગ્સ અને આઉટલેટ્સને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.

કંપનીની ફાઇનાન્સિયલ હેલ્થ પર ધ્યાન આપો

વેલ્ચે જણાવ્યું હતું કે, કંપનીની કમાણીના અહેવાલો અને ગાઇડન્સ તથા તેના શેરના ભાવમાં થતી હિલચાલ પરથી કંપની ફાઇનાન્સિયલી રીતે કેવું પ્રદર્શન કરે છે? તેનો ખ્યાલ આવે છે. માર્કેટ તમારી કંપની વિશે શું કહે છે અને શેરની કિંમત ક્યાં જઈ રહી છે? તેના પર નજર રાખવી જોઈએ.

આ પણ વાંચો – ખુશખબર! મોટી સરકારી ભરતી આવી, 30 હજારથી વધુ જગ્યાઓ ખાલી, 10 પાસ પણ કરી શક્શે અરજી

તમારા બોસને ઓબ્ઝર્વ કરો

નોકરી પર તમારા મેનેજર અથવા સુપરવાઇઝર સાથે સારો સંબંધ જાળવી રાખવાથી છટણી થવાની વાતની તમને આગોતરી જાણ થઈ શકે છે. આ ઉપરાંત તમારા બોસ પણ તમને જાણ કરી શકે છે. આખરે તો તે પણ માણસ છે. તમારા બોસ તેમના વિશ્વાસુ ટીમ મેમ્બરને છટણી અંગે માહિતી શેર કરી શકે છે.

કોસ્ટ કટીંગ પર ધ્યાન રાખો

કંપની કોસ્ટ કટીંગ કરવા લાગે તો તે પણ છાટણીનો સંકેત હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, કંપનીની ઇવેન્ટનું રદ થવું, પ્રોજેક્ટ્સ, કર્મચારીના બેનિફિટ્સ પર કાપ સહિતની બાબતો તેના સંકેત હોય શકે છે.

વેલ્ચ કહે છે કે, કર્મચારીઓને તગેડવા સિવાય કંપની સંસાધનો પર કાપ કરે તો તે સંકેત હોઈ શકે છે. કંપનીઓ સામાન્ય રીતે કર્મચારીઓમાં કાપ મૂકવાનું શરૂ કરે તે પહેલાં પ્રોજેક્ટ્સ, પ્રોગ્રામ્સ અને ઇવેન્ટ્સમાં કાપ મૂકવાનો પ્રયાસ કરશે. આવું થાય તો ચિંતાનો વિષય છે.

First published:

Tags: Career and Jobs, Career News

Source link

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

સુરત જિલ્લાના સણવલ્લા, દોધનવાડી અને બારડોલી ખાતે નૂતન ગ્રામ વિદ્યાપીઠના બી.આર.એસ.ના વિદ્યાર્થીઓએ એક મહિનાની ગૌ-આધારિત પ્રાકૃતિક કૃષિ વિશેની તાલીમ મેળવીઃ

સુરત જિલ્લાના સણવલ્લા, દોધનવાડી અને બારડોલી ખાતે નૂતન ગ્રામ વિદ્યાપીઠના બી.આર.એસ.ના વિદ્યાર્થીઓએ એક મહિનાની ગૌ-આધારિત પ્રાકૃતિક કૃષિ વિશેની તાલીમ મેળવીઃ   પંચગંવ્ય, કિટ નિયંત્રક જેવી

નવા વર્ષના પ્રારંભે નવી સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સર તથા હાડકાના ૧૫૧ દર્દીઓને બ્લેન્કેટનું વિતરણ

નવા વર્ષના પ્રારંભે નવી સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સર તથા હાડકાના ૧૫૧ દર્દીઓને બ્લેન્કેટનું વિતરણ   કેન્સરના દર્દીઓ તનાવ અને મુશ્કેલીઓમાંથી બહાર આવી સ્વસ્થ થાય તે

નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ એમ કુલ ૦૯ નગરપાલિકાઓ મહાનગરપાલિકા તરીકે કાર્યરત કરાશે

‘જે કહેવું તે કરવું’નો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો કાર્યમંત્ર સાકાર કરતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર શહેરી જનસુખાકારી સાથે નાગરિક સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા મુખ્યમંત્રીશ્રી

આમળા વિટામિન ‘સી’ ભરપૂર હોય છે: આંતરપાક પદ્ધતિથી આમળાનું વાવેતર કરવાથી ઉત્તમ ઉત્પાદન મળે છે

‘પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૧૫: સુરત જિલ્લો’   સ્વાસ્થય માટે ગુણકારી ‘આમળા’: પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ગુણોના ભંડાર એવા ‘આમળા’નું કરો વાવેતર   આમળા વિટામિન ‘સી’ ભરપૂર હોય