વન સેતુ ચેતના યાત્રા’-સુરત
માંડવી રિવરફ્રન્ટ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ અને આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં ભજન સંધ્યા યોજાઈ
રાજ્યના વન વિભાગ આયોજિત ભજનસંધ્યામાં સાધુ-સંતો સહિત નગરજનો ભજન, રામ-ધુનમાં થયા લીન
અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ બેલ્ટને આવરી લેતી ‘વન સેતુ ચેતના યાત્રા’ને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવસારીના વાંસદાથી પ્રસ્થાન કરાવ્યા બાદ પ્રથમ દિવસે માંડવીના ધોબળી નાકા આવી પહોંચી હતી. જ્યાં વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ અને સાંસદ પ્રભુભાઈ વસાવાએ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. જ્યાં મંત્રીશ્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં માંડવી રિવરફ્રન્ટ ખાતે ભજન સંધ્યા (રામ ધૂન) યોજાઈ હતી. ભજનસંધ્યામાં સાધુ-સંતો સહિત નગરજનો ભજન, રામ-ધુનમાં લીન થયા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલ, નાયબ વન સંરક્ષકશ્રી આનંદકુમાર, જિલ્લા સંગઠન પ્રમુખ ભરતભાઈ રાઠોડ, મહામંત્રી જીગરભાઈ નાયક સહિત વન વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
