સ્વચ્છતા હી સેવા: તીર્થસ્થળોની સ્વચ્છતા ઝુંબેશ-સુરત
ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલે ઓલપાડ તાલુકાના કદરામા ગામે શિવશક્તિ વેરાઈ મા ના મંદિરમાં સાફ સફાઈ કરી ઘ્વારાં કદરામા ગામે મંદિર ની સફાઈ કામગીરી કરવામાં આવી
અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર ઉત્સવને અનુલક્ષીને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ તા.૧૪ થી ૨૨ જાન્યુ.-૨૦૨૪ સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સ્વચ્છતા માટે, સાર્વત્રિક રીતે સફાઈ અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે, જેના ભાગરૂપે ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલે ઓલપાડ તાલુકાના કદરામા ગામે શિવશક્તિ વેરાઈ મા ના મંદિરમાં સાફ-સફાઈ કરી હતી. યાત્રાધામોમાં ધ્યાન, પ્રાર્થના અને સત્સંગ માટે અનુકૂળ માહોલના નિર્માણ માટે સ્વચ્છતા ખૂબ જરૂરી છે. જેથી સૌ નાગરિકોએ ધાર્મિકસ્થળોને સ્વચ્છ રાખવા તેમણે અનુરોધ કર્યો હતો.
