શ્રી મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ.ની ૪૮ મી વાર્ષિક સાધારણ સભા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન.
શ્રી મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ.ની ૪૮ મી વાર્ષિક સાધારણ સભા સુગરમિલના કેમ્પસમાં યોજાઈ હતી.૪૮મી સાધારણ સભામાં તા.૩૦/૧૨/૨૦૨૨ ના રોજ મળેલ વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહી ને વાંચનમાં લઇ બહાલી આપવામાં આવી હતી.સંસ્થાના સને ૨૦૨૨/૨૩ ના વર્ષનો અહેવાલ તથા વ્યવસ્થાક સમિતિએ મંજુર કરેલ તેમજ પેનલ પરના ઓડિટરે પ્રમાણિત કરેલા હિસાબો તેમજ સરવૈયું મંજુર કરવામાં આવ્યું હતું.તેમજ પ્રમુખ સ્થાનેથી રજૂ થયેલ કામો પર વિચારણા કરવામાં આવી હતી.૪૮ મી વાર્ષિક સાધારણ સભામાં મહુવા સુગરમિલના ચેરમેન માનસિંહ પટેલે જણાવ્યું હતું કે આગામી બે વર્ષમાં ૫૦ વર્ષની ઉજવણી થવાની છે ત્યારે દરેક ખેડૂત ૫૦ ટન એકર દીઠ શેરડી પકવતો થાય,ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે ખેડૂતો ની ખેતી નિર્જીવ થતી જાય છે ત્યારે દવાનો ઉપયોગ બંધ કરીને સારી વરાપે શેરડીનું રોપાણ થાય,સુગરનું કમ્પોઝ અને એના તૈયાર કરેલા વિવિધ પ્રકારના કલચર નો ઉપયોગ થાય અને રાસાયણિક ખાતરનો ગ્રાફ ઘટે એવો અનુરોધ કર્યો હતો.તો સાથે જ સપ્ટેમ્બરનું રોપાણ બંધ કરીને ઓક્ટોબર થી જ ફરજિયાત પણે રોપાણ થાય એવી અપીલ કરી હતી.મહુવા સુગરમિલની આ ૪૮ મી વાર્ષિક સાધારણ સભા મોટી સંખ્યામાં ખેડૂતોની ઉપસ્થિતિ વચ્ચે શાંતિ પૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.