સ્વામિનારાયણ ગુરૂકુલ, વેડ- સુરત ખાતે વિદ્યાર્થી વિજ્ઞાન મંથન ટેલેન્ટ હન્ટ એક્ઝામ યોજાઈ
૧૩૧ હોનહાર બાળ વૈજ્ઞાનિકોમાંથી પાસ થઈ વિજેતા બનનાર ૧૮ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ વિદ્યાલય, સુરત ખાતે વિદ્યાર્થી વિજ્ઞાન મંથન ટેલેન્ટ હન્ટ એક્ઝામ યોજાઈ હતી. જેમાં ૧૩૧ વિદ્યાર્થીઓએ લેખિત અને પ્રેક્ટિકલ પરીક્ષા આપી હતી. વિજ્ઞાન ભારતી અને વિજ્ઞાન ગુર્જરી સંસ્થાઓના ઉપક્રમે દેશભરમાં બાળ વૈજ્ઞાનિકો શોધવાના આશયથી આયોજિત વિદ્યાર્થી વિજ્ઞાન મંથન ટેલેન્ટ હન્ટમાં દેશના ૧.૭૫ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં ગુજરાતના ૫૦૦૦ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જે પૈકી પાસ આઉટ થયેલા અને વિજેતા બનેલા ૧૩૧ બાળ વૈજ્ઞાનિકોએ સુરતના વેડ રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુલમાં આયોજિત VVM ટેલેન્ટ હન્ટમાં ભાગ લીધો હતો. આ પરીક્ષામાં પાસ થઈ વિજેતા બનનાર ૧૮ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.
આ પ્રસંગે નવયુગ કોલેજના આચાર્ય શ્રી ડો. અશ્વિનભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું કે, જેમ જ્ઞાન વ્યક્તિને પોતાનો હક અપાવે છે તેવી જ રીતે વિજ્ઞાન કોઈ પણ દેશના સર્વાંગી વિકાસનું માધ્યમ બને છે. વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન. શૂન્યની શોધ ભારતમાં થઈ હતી. નાલંદા, તક્ષશીલા મહાવિદ્યાપીઠ એ સમયે વિશ્વના શિક્ષણફલક પર બિરાજતી હતી.
પૂ. ધર્મવલ્લભદાસજી સ્વામીએ વિદ્યાર્થીઓને જીવનમાં વિજ્ઞાન પ્રત્યે રસ કેળવવાની શીખ આપતા કહ્યું કે, જ્ઞાન, વિજ્ઞાન અને અધ્યાત્મનો સમન્વય થાય તો દેશ પ્રગતિના માર્ગે આગળ વધી શકે છે. વિજ્ઞાન ભૌતિક જીવનને ગુણવત્તાસભર બનાવે છે, જ્યારે આધ્યાત્મિકતા આંતરિક જીવનને નિખારે છે અને સંસ્કારિતાનું સિંચન કરે છે એમ જણાવી તેમણે જ્ઞાન વિજ્ઞાનમાં કાબેલિયત મેળવી ઉજ્જવળ કારકિર્દી ઘડવાની સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
ગુજરાત સ્ટેટ કોર્ડીનેટરશ્રી પંકજભાઈ દરજીએ VVM કાર્યક્રમ સંચાર અંતર્ગત વિગતો આપી હતી. VVMના ગુજરાત સ્ટેટ કોર્ડીનેટર શ્રી મનસુખભાઈ નારીયા તેમજ શાળાના આચાર્ય શ્રી અરવિંદભાઈ ઠેસિયાએ વિદ્યાર્થી વિજ્ઞાન મંથન કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
આ પ્રસંગે શાસ્ત્રી શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી, આચાર્યશ્રી ધર્મેશભાઈ સલીયા, પ્રાદેશિક માહિતી કચેરી, સુરતના સહાયક માહિતી નિયામકશ્રી મહેન્દ્ર વેકરિયા સહિત બાળ વૈજ્ઞાનિક વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.