આદિજાતિના વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બેંક મારફતે લીધેલી લોન પર ૬ ટકાના દરે વ્યાજ સબસીડી મળે છેઃ
આદિજાતિના વિદ્યાર્થીઓ શિક્ષણક્ષેત્રે આગળ વધે તે માટે સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલમાં છે. ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા આદિજાતિના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત રાજયના વતની હોય તેવા અનુસુચિત જનજાતિના વિદ્યાર્થીઓએ બેંક મારફતે મંજુર થયેલ લોન ઉપર રૂ.૨૫ લાખ સુધીની મર્યાદામાં લોન મેળવેલ હોય તેવા સંજોગોમાં લાભાર્થી તરફથી બેંકમાંથી લીધેલ લોન તેમજ લોનના હપ્તા નિયમિત ભર્યા અંગેના આધાર-પુરાવા રજુ કર્યથી લીધેલ લોન પર જે વ્યાજ હોય તેમાં ૬ ટકા વ્યાજના દરે વ્યાજ સબસીડી મળે છે. વધુ વિગતો માટે કોર્પોરેશનની વેબસાઈટ http://adijatinigam.gujarat.gov.in અથવા માંડવી પ્રાયોજના વહીવટદારની કચેરીનો સંપર્ક સાધવાની વિગતો મળી રહેશે.
