સુરત શહેર તેમજ જિલ્લામાં ૭૬૯ સરકારી પ્રાથમિક શાળાઓ પૈકી ૨૧૩ શાળાઓમાં કોમ્પ્યુટર લેબ નહી
વાંસદા ધારાસભ્ય અનંત પટેલ દ્વારા વિધાનસભા માં પૂછેલ પ્રશ્નના ચોંકાવનારા જવાબો
અનાવલ : સુરત જિલ્લામાં અને સુરત શહેરમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર લેબ કેટલી છે એ બાબતે વાંસદા ધારાસભ્ય અનંત પટેલ દ્વારા વિધાનસભામાં પૂછેલ પ્રશ્નમાં સુરત જિલ્લાના તાલુકાઓમાં હજી ૭૬૯ શાળાઓ પૈકી હજી પણ ૨૧૩ શાળાઓમાં કોમ્પ્યુટર લેબ ફાળવવામાં જ નહી આવી હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે.
સરકારી પ્રાથમિક શાળાઓમાં કોમ્યુટર શિક્ષણ આપવામાં આવતું હોવાની મોટી મોટી વાતો કરવામાં આવે છે.બાળકોને પાયામાં જ કોમ્પ્યુટર નું ભણતર ની આજના ડિજિટલ યુગમાં આવશ્યકતા છે ત્યારે સુરત જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓમાં કોમ્યુટર લેબ બાબતે વાંસદા ધારાસભ્ય અનંત પટેલ દ્વારા વિધાનસભામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો તો તેમાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે.
સુરત શહેર અને જિલ્લામાં આવેલ કુલ ૭૬૯ શાળાઓ પૈકી ૫૫૬ શાળાઓમાં કોમ્પ્યુટર લેબ ફાળવવામાં આવી છે તો ૨૧૩ શાળાઓમાં હજી સુધી કોમ્યુટર લેબ જ ફાળવવામાં નથી આવી.જેમાં ઓલપાડ તાલુકામાં તો ફાળવવામાં આવેલ કોમ્પ્યુટર ની લેબ ધરાવતી શાળા કરતા કોમ્યુટર લેબ નહિ ધરાવતી શાળાઓની સંખ્યા વધારે છે.
વાંસદા ધારાસભ્ય અનંત પટેલ દ્વારા આ બાબતે ને દુખદ બાબત જણાવી સરકારી શિક્ષણ ના પતન માટે જવાબદાર ગણાવ્યું હતું.હાલ તો આ ૨૧૩ શાળાઓ માં કોમ્પ્યુટર લેબ બાકી હોય ત્યારે આજના ડિજિટલ યુગમાં બાળકો ને કોમ્યુટરના પાયાના શિક્ષણ થી વંચિત રહી જતા હોય ત્યારે કઈ રીતે અન્ય શાળા કે ખાનગી શાળાના બાળકો સાથે કદમ મિલાવી શકશે ?હાલ તો જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ તેમજ જનપ્રતિનિધિઓ એ આ બાબતે ગંભીરતા દાખવવાની આવશ્યકતા છે.
