વાંકલ ધરમપુર ખાતે બાવીસા કુળ પરિવાર પ્રથમવાર ક્રિકેટ લીગ ટુર્નામેન્ટ યોજાઇ
નવેરા ટીમ ચેમ્પિયન બની – વેલવાચ ટીમ રનર્સઅપ રહી લીંગ મેચમાં ૧૦ ટીમોએ ભાગ લીધો
ઢોડિયા સમાજ બાવીસા કુળ પરિવાર દ્વારા પ્રથમવાર ક્રિકેટ લીંગ ટુર્નામેન્ટ સિઝન-૧ નું આયોજન કરવામાં આવ્યું હતું. બાવીસા પરિવારના ધરમપુરના ધારાસભ્ય અરિવંદભાઇ પટેલના હસ્તે ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો હતો. બે દિવસ યોજાયેલી ક્રિકેટ મેચમાં બાવીસા પરિવારની ૧૦ જેટલી ટીમોએ ભાગ લીધો હતો. શ્રીજી ક્રિકેટ મેદાન, વાંકલ ખાતે યોજાયેલી ટુર્નામેન્ટમાં નવેરા ટીમ ચેમ્પિયન બની હતી. જેને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. જયારે વેલવાચ ટીમ રનર્સઅપ રહી હતી. જેને પણ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત બેસ્ટ બોલર અને સૌથી વધુ વિકેટ રાજેન્દ્ર બાવીસા વેલવાચ, સૌથી વધુ રન માટે જલુ બાવીસા ફલધરાને પણ સન્માનિત કરાયા હતા.
આ ટુર્નામેન્ટમાં પાટી, રાનપાડા, નવેરા, દુલસાડ,
