ગભેણી ગામની સરકારી પડતર જમીન પરના ગેરકાયદે ઝીંગા તળાવોને દૂર કરવામાં આવ્યાઃ
૫૫,૦૦૦ ચો.મી. જમીન પરના દબાણો દૂર કરાયાઃ
સુરત જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ સુરત શહેર ઉધનાના મામલતદાર શ્રી એ. આર. નાયક તથા તેમની ટીમ દ્વારા ગત તાઃ૨૧મી માર્ચના રોજ ગભેલી ગામમાં મેગા ડિમોલીશન હાથ ધરી સરકારી જમીન ઉપરના ગેરકાયદેસર ઝીંગા તળાવોના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
સુરત શહેર દક્ષિણ (મજુરી) પ્રાંતશ્રી વિ.જે. ભંડારીના નેજા હેઠળ શહેરના ઉધનાના વિસ્તારની ગભેણી ગામની સરકારી પડતર જમીન ઉપર બનાવવામાં ગેરકાયદેસર ઝીગા તળાવો દૂર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ડિમોલીશન ઉધના મામલતદારશ્રી એ. આર. નાયક તથા મહાનગ૨પાલિકાના સ્ટાફગણ અને સચીન GIDC પોલીસ સ્ટેશનના સહયોગથી કવાયત હાથ ધરવામાં આવી હતી. ગભેલી ગામના બ્લોક નં.- ૪૮૩ વાળી સરકારી જમીન ઉપર અંદાજિત ૫૫,૦૦૦ (પંચાવન ગુજાર) ચો.મી. વાળી જમીન કે જેની હાલની બજાર કિંમત રૂ. ૪૧.૨૫ કરોડની સરકારી જમીનમાં કરવામાં આવેલા ગેરકાયદેસર ઝીંગા તળાવો દૂર કરવામાં આવ્યા હતા.
