એક રાષ્ટ્ર એક ચૂંટણીના સમર્થનમાં મહુવા તાલુકા પંચાયતમાં સર્વાનુમતે ઠરાવ પસાર.
મહુવા તાલુકા પંચાયતમાં આજે એક રાષ્ટ્ર એક ચૂંટણીની અવધારણા ના સમર્થન માં મહત્વ પૂર્ણ ઠરાવ સર્વાનુમતે મંજુર કરાયો હતો.તા.15.03.2025 ના રોજ બપોરે 12:15 કલાકે મહુવા તાલુકા પંચાયત ના સભાખંડમાં મળેલ સામાન્યસભામાં તાલુકા પંચાયત સભ્યો દ્વારા સર્વાનુમતે એક રાષ્ટ્ર એક ચૂંટણી ની અવધારણા ના સમર્થમાં ઠરાવ મંજુર કરાયો હતો.સાથે મહુવા તાલુકા પંચાયતના પ્રમુખ શિલાબેન દ્વારા દેશના મહામુહિમ રાષ્ટ્રપતિ ને પત્ર લખી જણાવ્યું હતું.
