“મહિલા રોકડ પુરસ્કાર યોજના” હેઠળ રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં રાજયનું પ્રતિનિધિત્વ કરેલી મહિલા ખેલાડીઓએ અરજી કરવા અનુરોધઃ
તા.૧૮/૦૩/૨૦૨૫ થી તા.૧૭/૦૪/૨૦૨૫ સુધીમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતની સાઈટ ઓનલાઈન અરજી કરવાની રહેશેઃ
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫માં વિવિધ રમતોની રાજયકક્ષાની શાળાકીય સ્પર્ધાઓ અં.૧૪,૧૭,૧૯ અને સ્કુલ ગેઇમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં એસ.એ.જી. દ્વારા રાજયનું પ્રતિનિધિત્વ કરેલ મહિલા ખેલાડીઓને કોઇ પણ એક જ રમતમાં, એક જ સિધ્ધિ માટે “મહિલા રોકડ પુરસ્કાર યોજના” માટેની અરજી કરી શકશે.આ માટે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતની સાઈટ https://sportsauthority.gujarat.gov.in પર તા.૧૮/૦૩/૨૦૨૫ થી તા.૧૭/૦૪/૨૦૨૫ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી સાથે જરૂરી પ્રમાણપત્રો જેવા કે મેરીટ સર્ટીફીકેટ, આધારકાર્ડ, કેન્સલ ચેક સહિત શાળાના આચાર્યશ્રીના સહી અને સિક્કા કરાવવાના રહેશે. અરજી સાથેના પ્રમાણપત્રો તા.૨૪/૦૪/૨૦૨૫ સુધીમાં જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પહેલો માળ સુડા ભવન વેસુ, સુરતની કચેરી ખાતે જમા કરવા જિલ્લા રમત વિકાસ અધિકારી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની યાદીમાં જણાવાયું છે.
