પક્ષી બચાવો…પ્રકૃતિ બચાવોનો સંદેશો આપતા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

Facebook
Twitter
WhatsApp
Telegram

પક્ષી બચાવો…પ્રકૃતિ બચાવોનો સંદેશો આપતા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

ઉનાળાની કાળઝાળ ગરમીમાં પોતાના ઘરમાં અને ઘરની આસપાસ પાણીના કુંડાઓ પક્ષીઓની તરસ છીપાવવા માટે સૌ નાગરિકો, ખાસ કરીને શાળાના બાળકો અને નાનકડા ભૂલકાઓને અનુરોધ કરતા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા


ઉનાળાની ઘગઘગતા ભઠ્ઠા જેવી ગરમીમાં તરસથી ત્રસ્ત અબોલ પક્ષીઓને બચાવવાનો સંદેશ આપતાં રાજ્યના શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ આજે તેમના નિવાસસ્થાનેથી પક્ષીપ્રેમ અને પર્યાવરણ સંરક્ષણ માટે સૌ નાગરિકોને અનુરોધ કર્યો.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, “ઘરની આસપાસ નાનકડા પાણીના કુંડાઓ મૂકીને આપણે અનેક પક્ષીઓના જીવ બચાવી શકીએ છીએ. આ નાનકડું પગલું પ્રકૃતિ માટે મોટો સહારો બની શકે છે.”

તેમણે ખાસ કરીને માતા-પિતાઓને અનુરોધ કર્યો કે તેઓ બાળકો સાથે મળીને પક્ષીઓ માટે પાણી મૂકવાની પ્રવૃત્તિમાં જોડાય. “આવી સહભાગીતા બાળકોમાં જીવદયા, કરુણા અને પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતાનું સંસ્કાર બીજ રોપી શકે છે,” એમ મંત્રીશ્રીએ જણાવ્યું.

બાળકોને મંત્રીશ્રીએ ઉમેર્યું કે:
“તમે પણ તમારા ઘરમાં, ટેરેસ પર કે બારણાની બારી પાસે નાનકડો પાણીનો કુંડો મૂકો; જેથી પક્ષીઓ તેમના નિવાસ્થાને આવીને પાણી પીને આ કાળઝાળ ગરમીમાં રાહત મેળવે. દરરોજ તેનું પાણી બદલો. પાણીપીને તૃપ્ત થતા પક્ષીઓનું કલરવ સાંભળવું અને તેમને મદદરૂપ થવું એ જીવનમાં સાચો આનંદ આપે છે.

મંત્રીશ્રીએ પોતાના નિવાસસ્થાને પણ પક્ષીઓ માટે પાણીના કુંડાઓ મૂકીને સૌ નાગરિકો અને ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓ અને નાનકડા ભૂલડાઓને જીવદયાનું સરસ સંદેશ આપ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના નિરીક્ષક તરીકે મહુવાના મિયાપુરના વિપુલ પટેલ ની નિમણુંક.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના નિરીક્ષક તરીકે મહુવાના મિયાપુરના વિપુલ પટેલ ની નિમણુંક. રાહુલ ગાંધી ના ગુજરાત પ્રવાસ બાદ કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ અને ઉમંગમાં વધારો જોવા

સચિન-કનકપુર કનસાડ તથા પીપલોદ ખાતે રૂા.૧૦ કરોડથી વધુના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરતા ચોર્યાસીના ધારાસભ્ય સંદિપ દેસાઈ

સચિન-કનકપુર કનસાડ તથા પીપલોદ ખાતે રૂા.૧૦ કરોડથી વધુના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરતા ચોર્યાસીના ધારાસભ્ય સંદિપ દેસાઈ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં રૂા.૧૦ કરોડથી વધુના વિવિધ વિકાસકામોનું ચોર્યાસીના ધારાસભ્યશ્રી

સુરત રેલ્વે સ્ટેશન મોર્ડન લાઇજેશન ભાગરૂપે ભારે વાહનોની અવર જવર તથા પાર્કિંગ પર પ્રતિબંધ.

સુરત રેલ્વે સ્ટેશન મોર્ડન લાઇજેશનના ભાગ રૂપે રેલ્વે સ્ટેશન આજુ-બાજુ તૈયાર કરવામાં આવનાર નવા ક્લાય ઓવરબ્રિજને વરાછા ફ્લાય ઓવરબ્રિજ સાથે જોડવા માટે કંન્ટ્રકશનની કામગીરીના કારણે

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારીના ભાગરૂપે મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ પર યોગશિબિર યોજાઈ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારીના ભાગરૂપે મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ પર યોગશિબિર યોજાઈ રાજ્ય યોગ બોર્ડ દ્વારા તા.૧૫ થી ૩૧ મે

error: Content is protected !!