સુરત રેલ્વે સ્ટેશન મોર્ડન લાઇજેશનના ભાગ રૂપે રેલ્વે સ્ટેશન આજુ-બાજુ તૈયાર કરવામાં આવનાર નવા ક્લાય ઓવરબ્રિજને વરાછા ફ્લાય ઓવરબ્રિજ સાથે જોડવા માટે કંન્ટ્રકશનની કામગીરીના કારણે આ રૂટો એક વર્ષ સુધી ભારે વાહનોની અવરજવર તથા પાર્કિંગ પર પ્રતિબંધઃ
ટ્રાફિક ડાયવર્ઝન માટે વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરી શકાશેઃ
સુરત ઈન્ટેગ્રેટેડ ટ્રાન્સપોર્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સુરત રેલ્વે સ્ટેશન મોર્ડન લાઇજેશનની કામગીરીના ભાગ રૂપે રેલ્વે સ્ટેશન આજુ-બાજુ બનાવવામાં આવનાર નવા ક્લાય ઓવરબ્રિજને વરાછા ફ્લાય ઓવરબ્રિજ સાથે જોડવા માટે કંન્ટ્રકશનની કામગીરીના કરવામાં આવનાર છે. જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ વાહન વ્યવહાર સરળતાથી ચાલે તેવા આશયથી સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે એક જાહેરનામા દ્વારા કામગીરીના રૂટ પર તા.૩૧/૦૩/૨૦૨૬ સુધી તમામ પ્રકારના ભારે વાહનો/લક્ઝરી બસોની અવર-જવર તથા પાર્કિંગ કરવા પર પ્રતિબંધ મુકયો છે.
જાહેરનામા અનુસાર વરાછા મેઇન રોડ ઉપર આવેલ વૈશાલી ત્રણ રસ્તાથી સુરત સ્ટેશન તરફ જતા તમામ ભારદારી વાહનો /લકઝરી બસોને વૈશાલી ત્રણ રસ્તાથી આયુર્વેદિક ગરનાળા તરફ (સુરત સ્ટેશન તરફ) અવર-જવર કરવા ઉપર પ્રતિબંધ રહેશે તેના વૈકલ્પિક રૂટ તરીકે (૧) વરાછા ફ્લાય ઓવર બ્રિજ ઉપરથી આવતા ભારે વાહનો/લકઝરી બસો ફ્લાય ઓવર બ્રિજ ઉતરી વૈશાલી ત્રણ રસ્તાથી જમણી બાજુ વળી ઉમિયાધામ સર્કલથી ભવાની સર્કલ જઈ ડાબે ટર્ન લઇ નગીનાવાડી રેલ્વે ઓવર બ્રિજથી કિરણ હોસ્પિટલ બાજુ ઉતરી જે તે વિસ્તારમાં જઈ શકશે. (૨) કાપોદ્રા વિસ્તાર, ગાયત્રી સર્કલ, સીતાનગર સર્કલ, બોમ્બે માર્કેટ તરફ જતી હેવી ટ્રકો અને લકઝરી બસો કાપોદ્રા ચાર રસ્તાથી ડાબી બાજુ વળી (અથવા હિરાબાગથી ડાબી બાજુ વળી) શ્રીરામ મોબાઇલ, રચના સર્કલ, ગાયત્રી સર્કલ થઈ રેશ્મા સર્કલ, સીતાનગર કાપોદ્રા વિસ્તાર અને જુની બોમ્બે માર્કેટ થઇ સુરત શહેરમાં જઇ શકશે.
વરાછાથી આયુર્વેદિક ગરનાળુ પસાર કરી ડાબી તરફ રેલ્વે સ્ટેશન તરફ જતા તમામ પ્રકારના વાહનો ઉપર પ્રતિબંધ રહેશે તેના વૈકલ્પિક રૂટ તરીકે વરાછા તરફથી આવી આયુર્વેદીક ગરનાળું પસાર કરી રેલ્વે સ્ટેશન જવા માટે લાલદરવાજા થઈ અમિષા ચાર રસ્તા થઇ દારૂવાલા પેટ્રોલ પંપ થઇ રેલ્વે સ્ટેશન જઇ શકશે.
સુમુલ ડેરી તરફથી આયુર્વેદીક ગરનાળા થઈ વરાછા તરફ જતા તમામ ભારદારી વાહનો/ લકઝરી બસો ઉપર પ્રતિબંધ રહેશે. તેના વૈકલ્પિક રૂટ તરીકે વરાછા તરફ જતા તમામ ભારદારી વાહનો/લકઝરી બસો કિરણ હોસ્પીટલ (નગીનાવાડી સર્કલ) થી અલકાપુરી બ્રિજ ચહી ભવાની સર્કલ થઈ ગૌશાળા સર્કલથી જે તે વિસ્તારમાં જઇ શકશે.
લાલદરવાજા તરફથી આયુર્વેદીક ગરનાળા થઇ વરાછા તરફ જતા તમામ ભારદારી વાહનો/લક્ઝરી બસો ઉપર પ્રતિબંધ રહેશે તેના વૈકલ્પિક રૂટ તરીકે (૧) વરાછા તરફ જતા તમામ ભારદારી વાહનો/લકઝરી બસો ગોટાલાવાડીથી કિરણ હોસ્પીટલ (નગીનાવાડી સર્કલ)થી અલકાપુરી બ્રિજ ચઢી ભવાની સર્કલ થઇ ગૌશાળા સર્કલથી જે તે વિસ્તારમાં જઇ શકશે. (૨) કામરેજ તરફ જતા ભારદારી વાહનો/લકઝરી બસો ફાલસાવાડીથી સહારા દરવાજાથી સરદાર માર્કેટથી પરવત પાટીયાથી કેનાલ રોડથી જે તે વિસ્તારમાં જઇ શકશે.
અમિષા હોટલથી દારૂવાલા પેટ્રોલ પંપ થઇ આયુર્વેદીક ગરનાળા થઈ વરાછા તરફ જતા તમામ ભારદારી વાહનો/લકઝરી બસો ઉપર પ્રતિબંધ રહેશે. તેના વૈકલ્પિક રૂટ તરીકે (૧) વરાછા તરફ જતા તમામ ભારદારી વાહનો/લકઝરી બસો ગોટાલાવાડીથી કિરણ હોસ્પીટલ (નગીનાવાડી સર્કલ)થી અલકાપુરી બ્રિજ ચઢી ભવાની સર્કલ થઈ ગૌશાળા સકલથી જે તે વિસ્તારમાં જઇ શકશે.(૨) કામરેજ તરફ જતા ભારદારી વાહનો/લકઝરી બસો ફાલસાવાડીથી સહારા દરવાજાથી સરદાર માર્કેટથી પરવત પાટીયાથી કેનાલ રોડથી જે તે વિસ્તારમાં જઈ શકશે.
GSRTC ની સરકારી બસો સુરત। સેન્ટ્રલ બસ સ્ટેશનથી આયુર્વેદીક ગરનાળા થઈ કામરેજ તરફ અવર જવર કરવા ઉપર પ્રતિબંધ રહેશે તેના વૈકલ્પિક રૂટ તરીકે (૧) સુરત બસ સ્ટેશનથી કામરેજ તરફ જવા માટે ફાલસાવાડી થી સહારા દરવાજાથી સરદાર માર્કેટથી પરવત પાટીયાથી કેનાલ રોડથી નેશનલ હાઇવે તરફ જે તે વિસ્તારમાં જઇ શકશે. (૨) કામરેજ તરફથી સુરત સ્ટેશન તરફ આવતી GSRTC ની બસો સિમાડા ચાર રસ્તાથી ડાબે વળી સિમાડા કેનાલ ટી-પોઇન્ટથી જમણી બાજુ વળી પરવત પાટીયાથી સરદાર માર્કેટ, સહારા દરવાજા થી અમિષા હોટલથી સ્ટેશન જઇ શકશે.
આપવામાં આવેલા વૈકલ્પિક રૂટ ઉપર જતા ભારદારી વાહનો તથા લકઝરી બસોને પોલીસ કમિશ્નરશ્રીની કચેરીના ૨૦૧૯ના જાહેરનામાં અને પ્રતિબંધનું અનુસરણ પણ કરવાનું રહેશે. ફરજ પરના પોલીસ વિભાગના વાહનો આવશ્યક સેવાના વાહનો, ફાયર, એમ્બ્યુલન્સ, SMC ના વાહનો અવર જવર કરવા માટે પ્રતિબંધનો બાંધ લાગશે નહી. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
