બ્રેકીંગ ન્યૂઝ:- ગરમી થી લોકો ત્રસ્ત સમગ્ર દક્ષિણ ગુજરાત માં વિજપાવર ઠપ્પ.
મળતી માહિતી અનુસાર સમગ્ર દક્ષિણ ગુજરાત માં વીજ પાવર બંધ થવાની ઘટના સામે છે સુરત,નવસારી,ભરૂચ,તાપી,રાજપીપળા સહિત દક્ષિણ ગુજરાતમાં વીજ પાવર બંધ થઈ જવા પામ્યો છે.સુરત શહેરમાં મોટો વીજ ફોલ્ટ થતા આ વીજપુરવઠો ખોરવાયો હોવાનું જાણવા મળે છે.400 kv હાઈ વોલ્ટેજ સોર્સ લાઇન ટ્રીપ થઈ છે જાણવા મળતી માહિતી અનુસાર એક કલાકમાં સમસ્યા નું સમાધાન થઈ જશે હોવાનું જાણવા મળી રહ્યું છે.
