પરણિત પ્રેમિકા પર વહેમ રાખનાર પ્રેમીને ઠપકો આપતા પ્રેમિકાના પિતાની હત્યા કરી હતી.
મહુવા પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના ઉમરા ગામની પરણિતા પતિ સાથે અણબનાવ થતા તે છેલ્લા 20 વર્ષ થી પોતાની પુત્રી સાથે દેદવાસણ ગામે મંગલા ટેકરી પાસે આવેલ દેસાઈ ફળીયામાં પોતાના પિતાના ઘરે રહેતી હતી.પતિ થી અલગ થયા બાદ ફરિયાદીની માતાને મહુવા તાલુકાના ઉમરા ગામે સુથાર ફળીયા માં રહેતા વિજય ઈશ્વર પટેલ નામના પુરુષ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. પ્રેમી યુવક મહિલા ના ઘરે પણ આવજાવ કરતો હતો.ગત દિવસોમાં પોતાની પ્રેમિકાને અન્ય યુવક સાથે લફરું અને પ્રેમ સંબંધ હોવાનો વહેમ જતા પ્રેમી વિજય પટેલ ગુસ્સે ભરાયો હતો.તેણે 1 માર્ચના રોજ પરણિતા ના ઘર પાસે આવી તુ તારા ઘર ની બહાર નીકળ, તને પતાવી દઈશ મુજબ ધમકીઓ આપી હતી. અવારનવાર તીક્ષણ હથિયાર લઈ ને પ્રેમી વિજય આંટા મારતો રહ્યો હતો. રાતના સમયે ફરી એકવાર આવતા વિજયે બુમ પાડી લીલાડી બહાર આવ મુજબ રાડો નાખતા પ્રેમી યુવાનને મહિલાના ઘરમાં રહેતા 76 વર્ષીય વૃદ્ધ દાદા બાબુભાઈ મંગાભાઈ પટેલે બહાર આવી ઠપકો આપતા તુ કેમ આંટાફેરા મારે છે ? લોકો થાકી ને સૂતા હોય છે. અમારા ઘર માં કોઈ મરદ નથી. બે છોકરીઓજ રહે છે મુજબ જણાવ્યું હતું. આ સમયે ઉશ્કેરાયેલા પ્રેમી વિજયે પોતાની પાસે રહેલું તીક્ષ્ણ હથિયાર કાઢી તેના વડે વૃદ્ધ દાદાની છાતી નીચે પેટના ભાગે ઘા ઝીંકી ઇજા પહોંચાડતા વૃદ્ધ નું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું.ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતાં પોલીસે હત્યા નો ગુનો દાખલ કરી હત્યારા યુવાનની શોધખોળ હાથ ધરી હતી.ગણતરીના કલાકોમાં મહુવા પોલીસે હત્યારો વિજય ઈશ્વરભાઈ પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
