કોષ ગામે લસણપોરના 21 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી.
પોલીસ સૂત્ર દ્વારા તા.28.02.2025 ને શુક્રવાર ના રોજ સાંજે 8:30 કલાકે પાપ્ત થતી વિગત મુજબ મહુવા તાલુકાના લસણપોર ગામના બ્રાહ્મણ ફળિયામાં રહેતા ધ્રુવલકુમાર રાજેશભાઇ પટેલ ઉ.વ.21 જેઓ કોષ ગામે કોષ ગામે આવેલ એક ડેલામાં આવેલ છતના પતરાના લાકડા સાથે ચાદરનો ટુકડો બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી હતી.
