તા.૨૭મીથી બોર્ડની પરીક્ષા: ધો.૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષા પૂર્વે વિદ્યાર્થી અને વાલીઓ આટલી કાળજી ખાસ રાખે

Facebook
Twitter
WhatsApp
Telegram

બોર્ડની પરીક્ષા માટે તૈયાર છો?

તા.૨૭મીથી બોર્ડની પરીક્ષા: ધો.૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષા પૂર્વે વિદ્યાર્થી અને વાલીઓ આટલી કાળજી ખાસ રાખે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આવતીકાલ તા.૨૭ મી ફેબ્રુ.થી ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે. બોર્ડની પરીક્ષામાં ઉપસ્થિત થનારા વિદ્યાર્થીઓ જ્યારે બોર્ડની પરીક્ષા આપવા જાય ત્યારે અને જ્યારે વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપીને પરત આવે ત્યારે કેટલીક બાબતો વિદ્યાર્થીઓ અને વાલીઓએ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. જેથી વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો થાય, અને વિદ્યાર્થી શાંતચિત્તે અને કશા પણ ભય વિના પરીક્ષા આપી શકે. વિદ્યાર્થીમિત્રો, બોર્ડની પરીક્ષા માટે તૈયાર હોવ તો કેટલીક ટીપ્સ આપને ચોક્કસ મદદરૂપ બનશે:-
વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપવા જાય ત્યારે શક્ય હોય તો બૂટ-મોજા ન પહેરતાં ચંપલ કે સેન્ડલ પહેરીને જઈએ કે જેથી પગને અકળામણ ન થાય.
પરીક્ષાના અડધા કલાક પહેલાં પરીક્ષાની તૈયારી બંધ કરી દેવી જોઈએ.
પરીક્ષાને લગતા કોઈપણ નકારાત્મક વિચારો ન કરીએ. હકારાત્મક બની પરીક્ષાને હળવા થઈને આપવી જોઈએ.
અફવાઓ પર ધ્યાન ન આપીએ, પેપર અઘરૂં છે, લાંબુ છે, કોણે પેપર કાઢયું છે જેવી બાબતોમાં રસ ન લઈએ.
પેપર આપવા જઈએ ત્યારે સાથે રિસિપ્ટ, પેન, સંચો, રબ્બર, ફુટપટ્ટી, જરૂરી હોય તો કંપાસ અથવા પાઉચ લઈને જઈએ પણ મોબાઈલ સાથે ન લઈ જવો. બોટલમાં પાણી કે લીંબુનું શરબત લઈ જવું.
પરીક્ષા કેન્દ્રો ઉપર મિત્રો કે અન્ય સાથે બને તો વાતચીત કરવાનું ટાળવું. બિનજરૂરી ચર્ચા કરવાથી અનેક પ્રકારનો ડર પેદા થાય છે.
બોર્ડની પરીક્ષા દરમિયાન બાળકે બને ત્યાં સુધી મિત્રો સાથે જેતે વિષય અને તૈયારીની ચર્ચા ન કરતાં પોતાની વર્ષ દરમિયાનની મહેનત પર ભરોસો અને વિશ્વાસ દાખવવો જોઈએ.
જ્યારે પરીક્ષા આપવા બેસીએ ત્યારે પ્રથમ ભાગની પરીક્ષામાં ઓએમઆર/આન્સર શીટમાં વિષયનું નામ અને નંબર સામે વર્તુળમાં જે વિષયની પરીક્ષા આપતા હોય તેની સામે વર્તુળમાં ઘટ્ટ કરવું. ઓએમઆર/આન્સર શીટને વાળવી નહીં.
ગણિત જેવા વિષયમાં રફકામ માટે પ્રશ્નપત્રમાં જે જગ્યા આપવામાં આવી હોય તે જગ્યાનો ઉપયોગ કરવો.
વાંચી શકાય તેવા અક્ષરો અને શબ્દો વચ્ચે જરૂરી જગ્યા છોડવી. વિસ્તૃત પ્રશ્નોના મુદ્દાઓ છૂટા પાડીને લખવા. એક જ બ્લ્યુ રંગની શાહીથી લખવું. જેલ પેનનો ઉપયોગ ટાળવો.
ઓળખ છતી થાય તેવા ચિહ્નો ક્યારેય લખશો નહિ. ઓએમઆર શીટમાં ઈશ્વર કે અન્ય કોઈ દેવી દેવતાનું નામ કે કોઈ ધાર્મિક સંજ્ઞાઓકે નિશાની કરવી નહીં.
 મોબાઈલ ફોન, પેનડ્રાઈવ, સ્માર્ટવોચ જેવા કોઈ પણ પ્રકારના કોમ્યુનિકેશન ડિવાઈસ/ગેઝેટ્સ પરીક્ષા કેન્દ્રમાં સાથે લઈ જવાની મનાઈ હોય છે. જેથી આવા સાધનો ઘરે જ મૂકી રાખો.
કેટલાક અગત્યના વિષયોની ટૂંકી નોટ્‌સ બનાવવાનું રાખવું, જેથી પરીક્ષા પૂર્વે ઝડપી વાંચન શક્ય બને.
ખાસ કરીને વાલીઓએ પણ કેટલીક બાબતનું ધ્યાન રાખવું: જેમ કે;
જ્યારે પોતાનું બાળક પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપવા જાય ત્યારે વાલીઓએ રિસિપ્ટ, કંપાસ કે પાઉચ તથા જરૂરી સાધન-સામગ્રી તેણે લીધી છે કે કેમ તે જોઈ લેવાની કાળજી રાખવી.
બાળક જે વિષયનું પેપર આપીને આવે તે વિષયના પુસ્તકો, અન્ય સાહિત્ય વગેરેને તેના વાંચન સ્થાનેથી દૂર કરી દેવાં.

Leave a Comment

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

મૈત્રી ફાઉન્ડેશન બિગ બોસ ધમાકા 2025 માં મુસ્કાન ઇલેવન કઢૈયા ફાઇનલ વિજેતા.

મૈત્રી ફાઉન્ડેશન બિગ બોસ ધમાકા 2025 માં મુસ્કાન ઇલેવન કઢૈયા ફાઇનલ વિજેતા. સૂત્રો દ્વારા 8 એપ્રિલના રોજ પ્રાપ્ત થતી વિગત મુજબ મહુવા તાલુકાના નળધરા ગ્રાઉન્ડ

વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિતે તા.૧૦મીએ લિંબાયત ખાતે નિઃશુલ્ક મેગા સર્વરોગ હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ યોજાશે

વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિતે તા.૧૦મીએ લિંબાયત ખાતે નિઃશુલ્ક મેગા સર્વરોગ હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ યોજાશે નાગરિકોને હોમિયોપેથીક નિદાન-સારવારનો લાભ લેવા અનુરોધ હોમિયોપેથીના સંસ્થાપક માસ્ટર

કામદારોને તા.૧૭ એપ્રિલ સુધી ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરવાની તક

કામદારોને તા.૧૭ એપ્રિલ સુધી ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરવાની તક કામદાર તરીકે ઓળખ અને આયુષ્માન ભારત યોજના હેઠળ આરોગ્ય સહાય મળે એ માટે કેન્દ્રીય શ્રમ

રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અમલમાં સુગમતા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મહત્વપૂર્ણ નિર્ણયો

રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અમલમાં સુગમતા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મહત્વપૂર્ણ નિર્ણયો પ્રજાલક્ષી દરોના ઘટાડાથી સામાન્ય નાગરિકોને-મિલકતધારકોને વધુ સરળતા આપવાનો અભિગમ વડીલોપાર્જિત મિલકતના કિસ્સામાં