વલવાડા ગામે અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર મળે તે પહેલા જ તેમનુ કમકમાટી ભર્યુ મોત
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના વલવાડા ગામે આંબાવાડી ફળિયામાં રહેતા 51 વર્ષીય અર્જુનભાઈ નગીનભાઈ પટેલ તા-20/02/2025ને ગુરુવારના રોજ સાંજે 7:15 વાગ્યાના અરસામા વલવાડા થી મજૂરી કરી ઘરે પરત પગપાળા આવી રહ્યા હતા તે દરમિયાન વલવાડા નવા ફળિયા નહેર નજીક સ્પ્લેન્ડર મોટરસાયકલ (GJ-26-H-2091)ના ચાલકે પોતાના કબ્જાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી અર્જુનભાઈ પટેલને અડફેટે લઈ ગંભીર અકસ્માત સર્જ્યો હતો.આ અકસ્માતમાં પગપાળા ઘરે જઈ રહેલ અર્જુનભાઈને માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર મળે તે પહેલા જ તેમનુ કમકમાટી ભર્યુ મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી.ઘટના અંગે મૃતકના પુત્રએ મહુવા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે અકસ્માત સર્જનાર મોટરસાયકલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
