ભગવાનપુરા બસ સ્ટોપ નજીક ST બસ અને ફોર્વિલર કાર વચ્ચે અકસ્માત.
મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર દિનપ્રતિદિન અકસ્માત ની ઘટનામાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે ભગવાન પુરા બસ સ્ટોપ નજીક વધુ એક અકસ્માત ની ઘટના સામે આવી છે.મહુવા તરફથી સાણંદ ડેપો ની બસ આહવા તરફ જઈ રહી હતી તે સમયે આ એક્સપ્રેસ બસ ભગવાનપુરા ગામની સીમમાં બુટવાડા તરફથી આવતી એક ફોર વિલર કાર મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર બસના વચ્ચો-વચ્ચ અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતની ઘટના બસમાં સવાર પસેન્જરો એ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.અને લગભગ એકાદ કલાક બસના મુસાફરો અટવાયા હતા અને આખરે મહુવા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પડતા બસ રવાના થઈ હતી અકસ્માત ની ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી હતી.
