સરકારી શિક્ષણ મહાવિદ્યાલયમાં કાછલ ખાતે વ્યાવસાયિક વિકાસ માટે આયોજિત તજજ્ઞીય વ્યાખ્યાન
સરકારી શિક્ષણ મહાવિદ્યાલય, કાછલના ઉદિશા સેલ દ્વારા બી.એડ.ના વિદ્યાર્થીઓના વ્યાવસાયિક વિકાસ માટે ‘ વ્યાવસાયિક વિકાસમાં મનોવૈજ્ઞાનિક આધારશિલા’ અંતર્ગત તારીખ ૧૫-૦૨-૨૦૨૫ ના રોજ તજજ્ઞીય વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવેલ હતું.
વ્યાખ્યાનમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ પ્રો. ડૉ.રાજેન્દ્ર પટેલ દ્વારા સંસ્થાના વિદ્યાર્થીઓને વર્તમાન સમયમાં વ્યાવસાયિક વિકાસની અનિવાર્યતા – સ્પર્ધાત્મક યુગમાં શિક્ષણ કાર્યમાં રહેલા પડકારો અને તકો અને તે સંદર્ભે જરૂરી જ્ઞાન અને કૌશલ્યના સંવર્ધનની જરૂરિયાતની વિગતે ચર્ચા કરવામાં આવેલ હતી.
આ તબક્કે અનુસ્નાતક શિક્ષણ વિભાગના એમ.એડના વિદ્યાર્થીઓ શ્રી ભાવિકભાઈ ,શ્રીનીલોફરબેન અને શ્રીઆશાબેન દ્વારા વિદ્યાર્થીઓને વ્યાવસાયિક વિકાસની સૈંધાતિક ભૂમિકા , વ્યાવસાયિક વિકાસના ક્ષેત્રો , શિક્ષકો માટેની અને અન્ય વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને તેના માટે જરૂરી તૈયારીની સમજ આપવામાં આવેલ હતી. વ્યાખ્યાનનું આયોજન સંસ્થાના આચાર્ય ડૉ ભાવેશ ઠકકરની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ઉદિશા સેલના સંયોજક ડૉ જિજ્ઞેશ રાઠોડ દ્વારા કરવામાં આવેલ હતું.
