મૂડત ગામેથી લાખો રૂપિયાના માટી ખનનના નેટવર્ક ને ભૂસ્તર વિભાગની એફએસની ટીમે ઝડપી પાડ્યું.
પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના શેખપુર તેમજ તેની બાજુમાં આવેલ મુડત ગામે મોટા પાયે ગેરકાયદેસર માટી ખનનનુ નેટવર્ક પુરજોશમા ધમધમી રહ્યુ હોવાની બાતમી ભૂસ્તર વિભાગની ફલાઈંગ સ્કોર્ડની ટીમને મળી હતી.જે બાતમી આધારે ભૂસ્તર વિભાગની એફએસની ટીમ દ્વારા મુડત ગામે ચાલતા માટી ખનન પર રેડ પાડી માટી ખનન અંગેની પરવાનગી કે પાસ પરમીટ માંગી હતી.માટી ખનન કરનારાઓ દ્વારા કોઈ પાસ પરમીટ રજૂ ન કરાતા એફએસની ટીમ દ્વારા ઘટના સ્થળે થી ગેરકાયદેસર રીતે માટી ખનન કરતુ એક જેસીબી મશીન અને માટી ભરેલ બે ટ્રકો ઝડપી પાડી હતી.ઘટના સ્થળે થી પકડેલ જેસીબી મશીનનો કબ્જો શેખપુર ગ્રામપંચાયતને જયારે માટી ભરેલ બે ટ્રકનો કબ્જો મહુવા પોલીસને આપી ભુસ્તરની ટીમ દ્વારા લાખ્ખો રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ભૂસ્તરની એફએસની ટીમની કડક કાર્યવાહી જોઈ ગેરકાયદેસર માટી ખનન કરનારાઓમાં ફફડાટ ફેલાય ગયો હતો.
