મહુવાની સરકારી કચેરીમાં કર્મચારીઓ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા દંડાયા.
રાજ્યમાં હવે હવે ફરી એક્વાર ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે ત્યારે સરકારી કચેરીઓમાં આવતા કર્મચારીઓ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા સવારમાં જ દંડાયા હતા.DGP વિકાસ સહાયે આ અંગે પરિપત્ર બહાર પાડી સરકારી કર્મચારીઓને હેલ્મેટના નિયમોનું કડકપણે પાલન કરાવવા સૂચના આપી છે.સરકારી કચેરીઓમાં આવતા ટુ-વ્હીલર ચલાવનાર તેમજ પાછળ બેસનાર બન્ને એ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે ત્યારે મહુવા તાલુકાની મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી સહિત ની સરકારી કચેરીઓ પર મહુવા પોલીસ દ્વારા સવારથી જ ડ્રાઈવ શરૂ કરી દેવામાં આવી હતી.જેમાં મહુવા તાલુકાની સરકારી કચેરીઓમાં ત્રણ થી વધુ સામે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યા હતા.
