બામણિયા જે.એસ.ડી કોમ્પ્લેક્ષ ની એક દુકાન સહિત બે દુકાનોમાં ચોરી.
પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના વાંસકુઈ ગામે જે.એસ.ડી 1 કોમ્પલેક્ષમા આવેલ બૃહ ટ્રેન્ડસ નામની કપડાની દુકાનમાં તા-10/02/2025 ના રાત્રે 2 વાગ્યાની આસપાસ અજાણ્યો તસ્કર પ્રવેશી જેકેટ થી પોતાનો ચહેરો છુપાવી દુકાનની મેઈન સ્વીચ બંધ કરી ચોરી કરતો હોવાનું દુકાનમાં લાગેલ સીસીટીવી કેમેરામા કેદ થઈ ગયો હતો.કપડાની દુકાનમાંથી 3200 રૂપિયાની ચોરી કરી અજાણ્યો તસ્કર પલાયન થઈ ગયો હતો.જેથી દુકાન માલિક પ્રેમકુમાર દેસાઈએ ઘટના અંગે મહુવા પોલીસને લેખિત જાણ કરી હતી.
જ્યારે બીજા બનાવમાં વાંસકુઈ ગામે સુમુલ પાર્લરની સામે આવેલ પ્રિન્સ ટાયર નામની દુકાનમાં પ્રવેશી અજાણ્યા તસ્કર ટેબલના ડ્રોવરમા મુકેલ અંદાજીત દોઢ લાખ રૂપિયા ચોરી કરી પલાયન થઈ ગયા હતા.ચોરીની ઘટના અંગે દુકાન માલિક પ્રિમજીભાઈ કે.નારાયણ ઈરાવાને સવારે ખબર પડતા તેમણે પણ ચોરીની ઘટના અંગે મહુવા પોલીસને જાણ કરી હતી.એક જ રાત્રીમા બે દુકાનમાં થયેલ ચોરીનો બનાવ બનતા વાંસકુઈ સહિત આજુબાજુના ગામોમાં ફફડાટ ફેલાય ગયો હતો.મહુવા પોલીસે પણ ઘટનાની ગંભીરતા સમજી અજાણ્યો તસ્કર સુધી પહોંચવાની કવાયત હાથ ધરી હતી.
