મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર દિવસ દરમ્યાન બે અલગ અલગ સ્થળોએ ગંભીર અકસ્માત.
મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર બે અલગ અલગ સ્થળો પર ગંભીર અકસ્માતના સમાચારો જાણવા મળે છે જેમાં મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર વલવાડા ગામની સીમમાં મોટર સાયકલ પર સવાર ચાલક તેમજ પાછળ બેઠેલ મહિલા એક ફોર વિલર અડફેટે આવી જતા ગંભીર રીતે ઘવાયા હતા જેઓને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે અકસ્માત નો બીજો બનાવ બામણિયા ગામની સીમમાં આવેલ સુગરમિલ નજીક થયો હતો જેમાં પ્રાથમિક જાણકારી મુજબ એક ટેન્કર દ્વારા એક મોટર સાયકલ ને કચડી નાખી હતી જેમાં મોટર સાયકલ સવાર ગંભીર રીતે ઘવાતા તેમને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
