ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા વર્ષે દહાડે સારી આવક મેળવતા વડોદરાના પ્રગતિશીલ ખેડૂત…
વડોદરાના વાઘોડિયાના અંકડિયાપુરા ગામના ખેડૂત સુરેશભાઈ પરમાર વર્ષ 2019થી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. લગભગ એક એકર જમીન પર તેઓ રીંગણ, મરચાં, ટામેટાં, તુવેર, કોબીજ, પાલક, ધાણા, કઠોળ, સરસવ જેવા સાત્વિક પાકોનું ઉત્પાદન કરે છે. પ્રાકૃતિક ખેતી થકી તેઓ વાર્ષિક ₹2 લાખથી વધુની કમાણી કરે છે.
